સાઉથ આફ્ર્રિકાના દિગ્ગજ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન હવે ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાંથી પણ સંન્યાસની જાહેરાત કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી છે. સ્ટેને ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.
ક્યારે કર્યું ડેબ્યૂ
સ્ટેને 2004માં ઈંગ્લેન્ડ સામે પોર્ટ એલિઝાબેથમાં ટેસ્ટ ક્રિકેટ ડેબ્યૂ કર્યુ હતું. વન ડેમાં 2005માં આફ્રિકા ઈલેવન સામે રમીને ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે ટી-20માં 2007માં ન્યૂઝીલેન્ડ સામે મેચ રમીને ડેબ્યૂ કર્યુ હતું.
એક મહાન યુગનો અંત
ફેન્સ વચ્ચે સ્ટેન ગન નામથી જાણીતા આ ફાસ્ટ બોલરે સાઉથ આફ્રિકા માટે કમાલની બોલિંગ કરીને ટીમને ઘણી વખત જીત અપાવી હતી. તે સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ વિકેટ લેનારો ટેસ્ટ બોલર છે. પોતાની નિવૃત્તિની પોસ્ટમાં ફેન્સને તેમના પ્રેમ માટે આભાર માન્યો છે. સ્ટેનની નિવૃત્તિ સાથે સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલિંગનો એક મહાન યુગ સમાપ્ત થઈ ગયો છે.
કેવી રહી સ્ટેનની કરિયર
38 વર્ષીય ડેલ સ્ટેને 93 ટેસ્ટમાં 439 વિકેટ લીધી છે. જ્યારે 125 વન ડેમાં 196 વિકેટ અને 47 ટી-20 ઈન્ટરનેશનલમાં 64 વિકેટ તેના નામે બોલે છે. આઈપીએલની 95 મેચમાં તેણે 97 વિકેટ લીધી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં બે નવી ફ્રેન્ચાઈઝી ઉમેરાવાથી ભારતીય ક્રિકેટ બોર્ડના ખાતામાં ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયા જમા થઈ શકે છે. હાલ આઈપીએલ આઠ ટીમો વચ્ચે રમાય છે પરંતુ આગામી વર્ષથી તેમાં 10 ટીમો રમશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક દરમિયાન આ બોલી પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, કોઈપણ કંપની 10 લાખ રૂપિયા આપીને બોલી દસ્તાવેજ ખરીદી શકે છે. પહેલા બે નવી ટીમોનું આધાર મૂલ્ય 1700 કરોડ રૂપિયા રાખવાનો વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ હવે આધાર મૂલ્ય 2000 કરોડ રૂપિયા કરવાનો ફેંસલો કરવામાં આવ્યો છે. જો આ બોલી પ્રક્રિયા યોજના અનુસાર આગળ વધી તો બીસીસીઆઈને ઓછામાં ઓછા 5000 કરોડ રૂપિયાનો લાભ થશે. કારણકે હાલ અનેક કંપનીઓ બોલી પ્રક્રિયામાં રસ દાખવી રહી છે.