Rohit Sharma's Daughter Samaira on Health Update: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. 1 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એક ટેસ્ટ મેચની શરુઆત થવાની છે. આ પહેલાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટીવ આવ્યો હતો. હાલ રોહિત શર્મા આઈસોલેશનમાં છે અને આરામ કરી રહ્યો છે. રોહિત શર્માની સાથે તેની પત્ની રિતિકા અને પુત્રી સમાઈરા પણ ઈંગ્લેન્ડ ગયેલા છે. ત્યારે રોહિતની દિકરી સમાઈરાએ પિતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે.


સમાઈરાએ ક્યૂટ અંદાજમાં જવાબ આપ્યો:
રોહિત શર્મા હાલ હોટલમાં આઈસોલેશનમાં છે ત્યારે હોટલની બહાર નિકળતી વખતે સમાઈરાએ ત્યાં હાજર ફેન્સને રોહિત શર્માની તબિયત વિશે માહિતી આપી હતી. આ વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, સમાઈરા તેની મમ્મી રિતિકા સાથે હોટલની લોબીમાં જોવા મળે છે. આ દરમિયાન જ્યારે એક ફેન્સે પૂછ્યું કે, પપ્પા ક્યાં છે? ત્યારે સમાઈરાએ ક્યૂટ અંદાજમાં જવાબ આપ્યો કે - "પપ્પા તેમના રૂમમાં સૂઈ રહ્યા છે. પપ્પા કોવિડ પોઝિટીવ છે. અને એક જ રૂમમાં રહી શકે છે." જુઓ વીડિયો..






ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને નિવૃતિની જાહેરાત કરી


Eoin Morgan Retirement: ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયાન મોર્ગને ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મોર્ગને તેની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. 35 વર્ષીય મોર્ગને તેની કારકિર્દી દરમિયાન 248 વનડે અને 16 ટેસ્ટ મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 14 સદી અને 47 અડધી સદી ફટકારી છે. મોર્ગન ઇંગ્લેન્ડના શ્રેષ્ઠ ખેલાડીઓની યાદીમાં સામેલ છે. તેણે પોતાની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને એક નવી ઊંચાઈ સુધી પહોંચાડી છે.