IND Vs NZ: ઓસ્ટ્રેલિયામાં રમાનારી T20 વર્લ્ડ કપ પછી ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમશે. T20 અને ODI શ્રેણી 18 થી 30 નવેમ્બર દરમિયાન યોજાશે. આ સાથે જ આવતા વર્ષે ન્યૂઝીલેન્ડની ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતના પ્રવાસે આવશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે આ જાણકારી આપી.


ન્યૂઝીલેન્ડ ક્રિકેટે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "ભારત વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન, તૌરંગા અને નેપિયરમાં ત્રણ T20I અને ઓકલેન્ડમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ રમવા માટે ન્યૂઝીલેન્ડ આવશે."


ન્યુઝીલેન્ડ પ્રવાસ શેડ્યૂલ


1લી T20 - નવેમ્બર 18,


બીજી T20 - 20 નવેમ્બર


3જી T20 - 22 નવેમ્બર


1લી ODI - 25 નવેમ્બર


બીજી વનડે - 27 નવેમ્બર


ત્રીજી ODI - 30 નવેમ્બર


ન્યુઝીલેન્ડ ક્રિકેટે વધુમાં જણાવ્યું હતું કે, "બ્લેક કેપ્સ ત્યારપછી પાકિસ્તાનના પ્રવાસ અને ભારતમાં મર્યાદિત ઓવરો માટે ઉપખંડના પ્રવાસ પર જશે અને ત્યારબાદ ટીમ ફેબ્રુઆરીની શરૂઆતમાં સ્વદેશ પરત ફરશે અને તૌરંગામાં  (દિવસ/રાત્રિ)  ઈંગ્લેન્ડ સામે રમશે વેલિંગ્ટનમાં બે ટેસ્ટની તૈયારી કરશે.


ન્યુઝીલેન્ડની ટીમ વ્યસ્ત રહેશે


ભારત શુક્રવારથી ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ રમશે, જે ગયા વર્ષે યોજાનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બાકીની છે. આ પછી, બંને ટીમો વચ્ચે ત્રણ ટી-20 અને તેટલી જ વન-ડેની શ્રેણી રમાશે.


ભારતીય ટીમ ત્યારપછી જુલાઈ-ઓગસ્ટમાં ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ અને પાંચ T20 ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે, જે T20 વર્લ્ડ કપ પહેલા યોજાશે.


વ્યસ્ત આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ વચ્ચે ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ સામે ડે-નાઈટ ટેસ્ટ પણ રમશે, જ્યારે છ ટીમો 2022-23ની સ્થાનિક સિઝનમાં દેશનો પ્રવાસ કરશે. ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાની પુરુષ ટીમ અને બાંગ્લાદેશની મહિલા ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે જશે.