Frank Nsubuga Uganda ICC Video: ક્રિકેટ હોય કે બીજી કોઈ રમત, દરેક રમત માટે ખેલાડીઓએ ફિટ રહેવું જરુરી હોય છે. ખેલાડીઓની વધતી ઉંમર સાથે ઘણા પ્રકારના પડકારો પણ આવતા હોય છે. આ સાથે વધતી ઉંમરની અસર ખેલાડીઓના પ્રદર્શન ઉપર પણ થતી હોય છે. એવામાં ખેલાડીઓ પોતાને ફિટ રાખવા માટે વર્ક આઉટ પણ કરતા હોય છે. હાલમાં જ ICCએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક ખેલાડી તેની ઉંમરના એક એવા પડાવમાં છે જ્યારે ઘણા ક્રિકેટર સંન્યાસ લઈ લેતા હોય છે. આમ છતાં પણ આ ખેલાડીએ ખુબ મુશ્કેલ લાગતો કેચ ઝડપ્યો છે.


આઈસીસીએ ચેલન્જ લીગનો એક વીડિયો શેર કર્યો  છે. જેમાં યુગાંડાના 41 વર્ષના ક્રિકેટર ફ્રેંક એનસુબુગા ખુબ જ ખતરનાક કેચ ઝડપતાં દેખાઈ રહ્યો છે. ફ્રેંકે આ મેચમાં કેચ ઝડપીને બધાને ચોંકાવી દીધા છે. ફ્રેંકે સાબિત કરી દીધું છે કે, જો ખેલાડી ઈચ્છે તો ઉંમરના કોઈ પડાવમાં હોય તેમ છતાં સારું પ્રદર્શન કરી શકે છે. ફ્રેંકે એ પણ સાબિત કરી દીધું છે કે, ઉંમર એ ફક્ત એક આંકડો જ છે. જો માણસની ઈચ્છા શક્તિ મજબૂત હોય તો કંઈ પણ મેળવી શકાય છે.


યુગાંડાના ક્રિકેટર ફ્રેંક એનસુબુગાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટ ફેન્સ આ ખેલાડીની ઘણી પ્રસંશા કરી રહ્યા છે. આઈસીસીના વીડિયોને હાલ ઘણા લોકો લાઈક કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ટ્વીટર પર 2.28 લાખ લોકોએ જોયો છે.