થોડા સમય પહેલા ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાના ટેબલ પરથી કોકા-કોલાની બોટલ હટાવી હતી અને તે પછી સમાચાર સામે આવ્યા હતા કે કંપનીને લગભગ ચાર અરબ ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું છે. હવે રોનાલ્ડોની જેમ ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરે પણ આવું જ કર્યું છે. શ્રીલંકા સામે શાનદાર 65 રન કરીને ફોર્મમાં પરત ફરેલા વોર્નરે મીડિયા સાથે વાતચીત શરૂ કરતા પહેલા ટેબલ પર રાખેલી કોકા-કોલાની બોટલને હટાવવાની માંગ કરી હતી. જોકે, બાદમાં કાંગારૂ ઓપનરે તેને ટેબલ પર પાછી મૂકી દીધી હતી.
વાસ્તવમાં, વોર્નરે આ મજાકમાં આ રીતે કર્યું હતું અને તે રોનાલ્ડોની નકલ કરતો જોવા મળ્યો હતો. વોર્નરે પહેલા સપોર્ટ સ્ટાફને પૂછ્યું કે શું તે તેને તેના ટેબલ પરથી ઉતારી શકે છે અને તેણે બંને બોટલ પોતાના હાથમાં ઉપાડી લીધી. થોડી વાર પછી તેને બોટલ પાછી મુકવાનું કહેવામાં આવ્યું. વોર્નર બોટલ પકડીને હસ્યો કહ્યું તે ક્રિસ્ટિયાનો માટે સારી છે, તો મારા માટે સારુી છે, વોર્નરનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
શ્રીલંકા સામેની મેચમાં વોર્નરે ફરી પોતાનુ ફોર્મ પાછુ મેળવીને 65 રનની ઈનિંગ રમી હતી અને તેના પગલે ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં શ્રીલંકાએ આપેલો 154 રનનો ટાર્ગેટ આસાનીથી ચેઝ કર્યો હતો.
પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક જાહેર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોકાકોલાની બોટલ હટાવી દીધી હતી એ ઘટનાને હજુ ચાર મહિના જેટલો જ સમય પસાર થયો છે.રોનાલ્ડોના પગલે ચાલતા હવે ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે ગુરુવારે શ્રીલંકા સામેની તેની ટીમની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં પણ આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો.