IPL 2021ની 25મી મેચમાં  દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો હતો. આ મેચમાં દિલ્હીએ  કોલકાતાએ 7 વિકેટથી હાર આપી છે. કોલકાતા પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 154 રન બનાવ્યા હતા. દિલ્હીએ 16.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી આ ટાર્ગેટ હાંસિલ કર્યો હતો.



 


દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા પૃથ્વી શોએ આઈપીએલ સીઝનથી સૌથી ફાસ્ટેસ અડધી સદી ફટકારી છે. પૃથ્વી શોએ શાનદાર ઈનિંગ રમતા 41 બોલમાં 82 રન ફટકાર્યા હતા. આ સિવાય શિખર ધવને 46 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી પેટ કમિન્સે 3 વિકેટ ઝડપી હતી. 


પૃથ્વી શૉએ દિલ્હી ટીમની ઈનિંગની પ્રથમ ઓવરમાં 6 ચોક્કા માર્યા હતા. જેમાં શિવમ માવી બોલિંગ કરી રહ્યો હતો. એણે પ્રથમ ઓવરમાં 1 વાઈડ બોલ અને 6 ચોક્કાને પરિણામે 25 રન આપ્યા હતા.


પંતે પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો હતો. ટીમમાંથી ઈજાગ્રસ્ત અમિત મિશ્રાને આરામ આપીને એની જગ્યાએ લિલત યાદવને ટીમમાં સામેલ કર્યો હતો.