DC-W vs MI-W Final : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બની ચેમ્પિયન, દિલ્હીને 7 વિકેટથી હરાવ્યું

મહિલા પ્રીમિયર લીગ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ   મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે.

gujarati.abplive.com Last Updated: 26 Mar 2023 10:49 PM
મુંબઈની ફાઈનલમાં શાનદાર જીત

મુંબઈ ઈન્ડિયન્સની ટીમે દિલ્હીને 7 વિકેટથી હરાવી ફાઈનલ મુકાબલામાં જીત મેળવી છે. મુંબઈની ટીમ ચેમ્પિયન બની ગઈ છે.  ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી નતાલી સીવર બ્રન્ટે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટાઈટલ જીત્યું હતું.

મુંબઈની ટીમે છ ઓવરમાં બે વિકેટ ગુમાવી 27 રન બનાવ્યા

મુંબઈની ઈનિંગ્સનો પાવરપ્લે  સમાપ્ત થઈ ગયો છે. મુંબઈની ટીમે છ ઓવરમાં બે વિકેટ ગુમાવી 27 રન બનાવ્યા છે. નતાલી સીવર બ્રન્ટ 17 બોલમાં 6 અને કેપ્ટન હરમનપ્રીત કૌર ચાર બોલમાં 2 રન રમી રહી છે. મુંબઈને જીતવા માટે 84 બોલમાં 105 રન બનાવવાના છે.

મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ

દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 132 રનનો ટાર્ગેટ આપ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં નવ વિકેટે 131 રન બનાવ્યા હતા. 79 રનમાં નવ વિકેટ ગુમાવ્યા બાદ શિખા પાંડે અને રાધા યાદવે છેલ્લી વિકેટ માટે 24 બોલમાં અણનમ 52 રનની ભાગીદારી કરી હતી. રાધાએ 12 બોલમાં અણનમ 27 અને શિખાએ 17 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. રાધાએ પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. 

દિલ્હીએ 10 ઓવરમાં 3વિકેટ ગુમાવી 68 રન બનાવ્યા

દિલ્હી કેપિટલ્સની અડધી ઈનિંગ પૂરી થઈ છે. દિલ્હીની ટીમે 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 68 રન બનાવ્યા છે. કેપ્ટન મેગ લેનિંગ 27 બોલમાં 34 અને મેરિજન કેપ 19 બોલમાં 14 રન બનાવી રમતમાં છે. ચોથી વિકેટ માટે 33 રનની ભાગીદારી કરી હતી.

ત્રીજો ઝટકો લાગ્યો

ઇસી વોંગે દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો આપ્યો હતો. તેણે પાંચમી ઓવરના બીજા બોલ પર જેમિમા રોડ્રિગ્ઝને આઉટ કરી.  જેમિમા બે ચોગ્ગાની મદદથી નવ રન બનાવીને કેચ આઉટ થઈ. જેમિમાના આઉટ થયા બાદ મેરિજન કેપ ક્રિઝ પર આવી.

દિલ્હીને બીજો ઝટકો

ઇસ્સી વોંગે બીજી ઓવરમાં મુંબઈને બીજી સફળતા અપાવી હતી. તેણે પાંચમા બોલ પર એલિસ કેપ્સીને આઉટ કરી. કેપ્સી પણ વોંગના ફુલ ટોસ બોલનો શિકાર બની હતી. જેમિમા રોડ્રિગ્સ તેના આઉટ થયા બાદ ક્રિઝ પર આવી. દિલ્હીએ બે ઓવરમાં બે વિકેટે 16 રન બનાવ્યા છે. 

MI vs DC Final Live:  દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ -  મેગ લેનિંગ (C), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, મારિજન કાપ, એલિસ કેપ્સી, જેસ જોનાસેન, અરુંધતી રેડ્ડી, તાન્યા ભાટિયા (WK), રાધા યાદવ, શિખા પાંડે, મિનુ મણિ

DC W vs MI W Live: મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન-  યાસ્તિકા ભાટિયા ( WK), હીલી મેથ્યુઝ, નટ સાયવર બ્રન્ટ, હરમનપ્રીત કૌર (C), મેલી કેર, પૂજા વસ્ત્રાકર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જિંતિમની કલિતા, સાયકા ઈશાક


 


 

DC W vs MI W Final Live: દિલ્હીની ટીમે ટોસ જીતી બેટિંગ કરવાનો લીધો નિર્ણય

DC W vs MI W Final Live: મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાઈ રહેલા ફાઈનલ મુકાબલામાં  દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 

મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ   મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે. સાંજે 7:30 વાગે બેબ્રૉન સ્ટેડિયમ  મુંબઇમાં આ મેચ રમાશે. 

બ્રેકગ્રાઉન્ડ

DC-W vs MI-W Final WPL 2023 LIVE: મહિલા પ્રીમિયર લીગ પોતાના છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ   મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે રમાશે. સાંજે 7:30 વાગે બેબ્રૉન સ્ટેડિયમ  મુંબઇમાં આ મેચ રમાશે. બન્ને ટીમો WPL ની પહેલો ખિતાબ જીતવા માટે કોઇ કસર છોડશે નહીં.


ટૂર્નામેન્ટમાં કેવી રહી બન્નેની સફર 


ટૂર્નામેન્ટની લીગ મેચોમાં તમામ ટીમો એકબીજા સામે 2-2 મેચ રમી ચૂકી છે. આવામાં હરમન પ્રીત કૌરની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ અને મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કપિટલ્સ આમને સામને આવી છે. મુંબઇ વિરુદ્ધ દિલ્હીની પહેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે 8 વિકેટથી જીત પોતાના નામે કરી હતી. વળી, બીજી ટક્કરમાં દિલ્હી કેપિટલ્સે 9 વિકેટથી બાજી મારી હતી. લીગ મેચોમાં બન્નેની મેચો જોતા કોઇ એકને વિજેતા કહેવુ આસાન નથી. આવામાં ફાઇનલ મેચમાં જોરદાર ટક્કર જોવા મળી શકે છે. 



ખિતાબી મેચો માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો મેગ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સે ટૂર્નામેન્ટ શાનદાર પ્રદર્શન કર્યુ છે. આવામાં દિલ્હી પોતાની છેલ્લી પ્લેઇંગ ઇલેવન કૉમ્બિનેશનને યથાવત રાખવા માંગશે. વળી, મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો તેને પોતાની છેલ્લી મેચ (એલિમિનેટર)માં યૂપી વૉરિયર્સને 72 રનોથી હાર આપી હતી. આવામાં પોતાની તે જ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરવાનું પસંદ કરશે. 


દિલ્હી કેપિટલ્સની સંભવિત ટીમ - 
મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, એલિસ કેમ્સે, જેમિમા રૉડ્રિગ્ઝ, મારિજાને કેપ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), જેસ જોનાસેન, રાધા યાદવ, અરુંધતિ રેડ્ડી, શિખા પાન્ડે, પૂનમ યાદવ.


મુંબઇ ઇન્ડિયન્સની સંભવિત ટીમ - 
હરમન પ્રીત કૌર (કેપ્ટન), હેલે મેથ્યૂઝ, યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નેટ સિવર બ્રન્ટ, મેલી કેર, પૂજા વસ્ત્રાકર, ઇસ્સી વૉન્ગ, અમનજોત કૌર, હુમેરા કાજી, જિન્તિમાની કલિતા, સાયકા ઇશાક.


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.