DC-W vs UPW-W : દિલ્હીએ યૂપીને 42 રને હરાવ્યું, સતત બીજી જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું

મહિલા પ્રીમિયર લીગની પાંચમી મેચ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે છે. મેચ મુંબઈના  ડી.વાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે.

gujarati.abplive.com Last Updated: 07 Mar 2023 11:15 PM
દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્સને 42 રનથી હરાવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં દિલ્હીની આ સતત બીજી જીત છે. પ્રથમ મેચ જીત્યા પછી, યુપીને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ મેગ લેનિંગ અને જેસ જોન્સનની શાનદાર બેટિંગના કારણે 211 રન બનાવ્યા હતા. જવાબમાં યુપીની ટીમ તાહિલા મેકગ્રાના અણનમ 90 રન હોવા છતાં માત્ર 169 રન જ બનાવી શકી અને 42 રનથી મેચ હારી ગઈ. જેસ જ્હોન્સને બોલ સાથે પણ અજાયબીઓ કરી હતી અને ત્રણ વિકેટ લીધી હતી. આ જીત સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે.

યુપીનો સ્કોર 50 રનને પાર

યુપીનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 50 રનને પાર કરી ગયો છે. દીપ્તિ શર્મા અને તાહિલા મેકગ્રા ક્રીઝ પર છે. બંને સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યા છે અને મેચને આગળ લઈ જઈ રહ્યા છે. દિલ્હીનો સ્કોર આઠ ઓવર પછી ત્રણ વિકેટે 51 રન છે.

દિલ્હીએ યુપી સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો

કેપ્ટન મેગ લેનિંગ બાદ જેસ જોન્સન અને જેમિમા રોડ્રિગ્સની શાનદાર બેટિંગના કારણે દિલ્હીએ યુપી સામે 212 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યનો પીછો કરવો યુપી માટે આસાન નહીં હોય. છેલ્લી મેચમાં યુપીને જીતાડનાર ગ્રેસ હેરિસ પણ આ મેચમાં નથી.  આ  સ્થિતિમાં યુપીના ટોપ ઓર્ડરને આ મેચમાં કમાલ  કરવો પડશે અને પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવવો પડશે.

દિલ્હીની ત્રીજી વિકેટ પડી

દિલ્હીની ત્રીજી વિકેટ 112 રનના સ્કોર પર પડી હતી. કેપ્ટન લેનિંગ 42 બોલમાં 70 રન બનાવીને આઉટ થઈ છે. 

દિલ્હીનો સ્કોર 100 રનને પાર

દિલ્હીનો સ્કોર બે વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. કેપ્ટન મેગ લેનિંગ અડધી સદી સાથે રમી રહી છે. તે જ સમયે, જેમિમા રોડ્રિગ્ઝ તેને સપોર્ટ કરી રહી છે. અત્યાર સુધી યુપીના તમામ બોલરો બિનઅસરકારક સાબિત થયા છે

વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી

મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. અત્યાર સુધી દિલ્હીની ટીમે નવ ઓવર બેટિંગ કરીને એક વિકેટે 87 રન બનાવ્યા છે. કેપ્ટન લેનિંગ 34 બોલમાં 53 રન અને મેરિજેન કેપ છ બોલમાં નવ રન રમી રહી છે. 

શેફાલી વર્મા 14 બોલમાં 17 રન બનાવીને આઉટ

દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો 67 રનના સ્કોર પર લાગ્યો હતો. શેફાલી વર્મા 14 બોલમાં 17 રન બનાવીને આઉટ થઈ ગઈ છે. તે તાહિલા મેકગ્રાની બોલ પર કિરણ નવગીરેના હાથે કેચ આઉટ થઈ.  શેફાલી સારા લયમાં દેખાઈ રહી હતી પરંતુ મોટો શોટ રમવાના પ્રયાસમાં તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. હવે મેરિજેન કેપ કેપ્ટન લેનિંગ સાથે ક્રિઝ પર છે. 9 ઓવર પછી દિલ્હીનો સ્કોર એક વિકેટે 87  રન છે.

યુપી વોરિયર્સ પ્લેઈંગ ઈલેવન

યુપી વોરિયર્સ પ્લેઈંગ ઈલેવન-  એલિસા હીલી (કેપ્ટન/વિકેટ-કીપર), શ્વેતા સહરાવત, કિરણ નવગીરે, તાહિલા મેકગ્રાથ, દીપ્તિ શર્મા, સિમરન શેખ, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટોન, શબનમ ઈસ્માઈલ, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ.


 

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન-

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલેવન-   મેગ લેનિંગ (C), શફાલી વર્મા, મારિજાને કેપ, જેમિમાહ રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોન્સન, તાનિયા ભાટિયા (WK), અરુંધતી રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ, તારા નોરિસ.

યુપી વોરિયર્સે ટોસ જીત્યો

મહિલા પ્રીમિયર લીગની પાંચમી મેચ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે છે. બંને ટીમોએ તેમની પ્રથમ મેચ જીતી લીધી છે અને સતત બીજી જીત જીતવાના હેતુથી મેદાનમાં પ્રવેશ કરશે. યુપી વોરિયર્સે ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યો છે.

બ્રેકગ્રાઉન્ડ

DC-W vs UPW-W: મહિલા પ્રીમિયર લીગની પાંચમી મેચ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે છે. મેચ મુંબઈના  ડી.વાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. દિલ્હી અને યુપી બંને ટીમોએ તેમની પ્રથમ મેચ જીતી લીધી છે અને આ મેચ જીતવા અને ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત જીતવા માંગશે.




- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.