સુપર સ્પોર્ટ પાર્ક મેદાન પર 3ટીસી સૉલિડેરિટી મેચમાં પોતાની ટીમ ઇગલ્સને ગૉલ્ડ જીતાડવામાં ડિવિલિયર્સની તોફાની ઇનિંગ મહત્વની રહી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધા પછી લાંબા સમય બાદ મેદાનમાં જોવા મળ્યો હતો.
ડિવિલિયર્સે ઇગલ્સ ટીમની કેપ્ટની કરતા માત્ર 21 બૉલમાં પોતાની હાફ સેન્ચૂરી પુરી કરી લીધી અને 24માં બૉલમાં 61 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.
ડિવિલિયર્સની ઇનિંગના દમ પર ઇગલ્સે 12 ઓવરમાં 160 રન બનાવ્યા. પહેલા હાફમાં કાઇટ્સે એક વિકેટ ગુમાવીને 58 રન બનાવ્યા તો કિંગ ફિશર્સે બે વિકેટ ગુમાવીને 56 રન જોડી દીધા હતા.આ રીતે કિંગ્સફિશર્સ બીજા હાફમાં ના પહોંચી શકી, અને બીજો હાફ ઇગલ્સ અને કાઇટ્સ વચ્ચે રમાયો હતો.
પહેલા હાફમાં સર્વાધિક રન બનાવવાના કારણે ડિવિલિયર્સની ટીમે બીજા હાફમાં પહેલા બેટિંગ કરી અને ત્રણ વિકેટ ગુમાવીને 94 રન બનાવ્યા હતા. આ રીતે 12 ઓવરમાં ઇગલ્સનો કુલ સ્કૉર ચાર વિકેટ પર 160 રન પર પહોંચ્યો હતો. એડેન માર્કરમે 70 રનની ઇનિંગ રમી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાઇટ્સની ટીમ કુલ 12 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 138 રન જ બનાવી શકી હતી.
આ રીતે ઇગલ્સે ગૉલ્ડ મેડલ પોતાના નામે કરી લીધુ હતુ, વળી કાઇટ્સની ટીમને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો, જ્યારે કિગ્સ ફિશર્સની ટીમને બ્રૉન્ઝ મેડલ મળ્યો હતો.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ડિવિલિયર્સની ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસનીની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. આગામી ટી20 વર્લ્ડકપ માટે ડિવિલિયર્સની વાપસી થઇ શકે છે.