નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન સબા કરીમે BCCIમાંથી રાજીનામું આપ્યું છે. સબા કરીમ બીસીસીઆઈમાંથી જનરલ મેનેજર ઓફ ક્રિકેટના ઓપરેશન પદ પર તૈનાત હતા. એક સપ્તાહની અંદર બીસીસીઆઈમાંથી આ બીજું રાજીનામું છે. આ પહેલા બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરીની સેવા સમાપ્ત કરી દેવામાં આવી હતી. બોર્ડે રાહુલ જોહરીને હટાવવાનું કારણ નહોતું જણાવ્યું.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સબા કરીમ પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું હતું. પહેલાથી જ તેના પર લટકતી તલવાર હતી. શુક્રવારે થયેલા બોર્ડની મીટિંગમાં ઘરેલુ ક્રિકેટના રોડમેપને કેવીપી રાવે અધિકારીઓ સામે રજૂ કર્યો હતો.
બોર્ડના એક અધિકારીએ કહ્યું, વર્તમાન મહિલા પસંદગીકર્તાની સિલેક્શન પ્રોસેસમાં કરીમ માથું મારતો હતો. જેનો ઉલ્લેખ ઘણીવાર બોર્ડ મીટિંગમાં થયો હતો. કરીમની કામ કરવાની રીત ઘણી ખરાબ હતી અને તે ઘણી વખત ઉદ્ધતભર્યુ વર્તન કરતો હતો.
બીસીસીઆઈના વર્તમાન અધિકારીએ જ્યારથી ચાર્જ સંભાળ્યો હતો ત્યારથી જ કરીમના પદ પર ખતરો હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
કોરોના વેક્સીનના ટ્રાયલ માટે AIIMSને જરૂર છે વોલંટિયર્સની, જાણો કેવી રીતે બની શકાશે પરીક્ષણનો હિસ્સો
Jio એ આપ્યો મોટો ઝટકો, આ બે સસ્તા પ્લાન કર્યા બંધ, જાણો વિગત
PM મોદીની વધી લોકપ્રિયતા, Twitter પર ફોલોઅર્સની સંખ્યા થઈ છ કરોડ
BCCI માંથી પડી વધુ એક વિકેટ, સબા કરીમની થઈ વિદાય, આ કારણે લેવાયો ફેંસલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Jul 2020 05:15 PM (IST)
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સબા કરીમ પાસેથી રાજીનામું માંગવામાં આવ્યું હતું. પહેલાથી જ તેના પર લટકતી તલવાર હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -