Deepak Chahar In Asia Cup 2022: એશિયા કપ 2022 માંથી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બહાર થયા બાદ ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.  હવે ફાસ્ટ બોલર અવેશ ખાન એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. તાજેતરમાં અવેશ ખાન ફીવરનો શિકાર બન્યો હતો, જેના કારણે તે પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે અવેશ ખાન નબળાઈના કારણે એશિયા કપ 2022માં ભારતીય ટીમનો ભાગ નહીં હોય.


દીપક ચહર એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ હશે


તે જ સમયે, અવેશ ખાનના એશિયા કપ 2022માંથી બહાર થયા બાદ દીપક ચહરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સામેની મેચમાં અવેશ ખાન તાવને કારણે પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહોતો. અગાઉ દીપક ચહરે ઈજા બાદ ઝિમ્બાબ્વે શ્રેણીમાં પુનરાગમન કર્યું હતું. આ ફાસ્ટ બોલરે આ સિરીઝમાં ઘણો પ્રભાવ પાડ્યો હતો. ખાસ કરીને, નવા બોલની વિકેટ લેવાની ક્ષમતાએ અનુભવીઓનું ધ્યાન ખેંચ્યું હતું. હવે દીપક ચહરની નજર આગામી T20 વર્લ્ડ કપ પર રહેશે. જો આ ફાસ્ટ બોલર એશિયા કપમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહેશે તો ટી-20 વર્લ્ડ કપની ટીમમાં દાવો મજબૂત થશે.


ભારતે શ્રીલંકા સામે 173 રનનો ટાર્ગેટ આપ્યો હતો


હાલ એશિયા કપ 2022 સુપર-4 રાઉન્ડમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહી છે. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાશુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર કેએલ રાહુલ 1 જ્યારે વિરાટ કોહલી કોઈ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, સૂર્યકુમાર યાદવ અને સુકાની રોહિત શર્માએ ભારતીય દાવને સંભાળ્યો હતો. રોહિત શર્માના 72 અને સૂર્યકુમાર યાદવના 34 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે જીતવા માટે 20 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ આપ્યો છે.


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11



કે.એલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિપક હુડ્ડા, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદિપ સિંહ


શ્રીલંકાની પ્લેઈંગ 11



પથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ચારીથ અસાલંકા, દાનુશ્કા ગુંથીલંકા, દાસુન શનાકા, ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, ચામિકા કરુનારત્ને, મહેશ તિક્ષાના, અસિથા ફેરનાન્ડો, દિલશાન મદુશંકા