Virat Kohli Out India vs Sri Lanka Asia Cup 2022: શ્રીલંકા સામે ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી છે. આ દરમિયાન ભારતની પ્રથમ બે વિકેટ ખૂબ જ ઝડપથી પડી ગઈ હતી. કેએલ રાહુલ માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે વિરાટ કોહલી ખાતું પણ ખોલી શક્યો નહોતો. કોહલીના આઉટ થયાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેને શ્રીલંકાના શ્રેષ્ઠ બોલર દિલશાન મધુશંકાએ આઉટ કર્યો હતો.



ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માટે રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રાહુલ 6 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ કોહલી 3 નંબર પર બેટિંગ કરવા ગયો હતો. પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. કોહલી 4 બોલમાં શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. તેને દિલશાને  પોતાનો  શિકાર બનાવ્યો હતો. કોહલીના આઉટ થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


નોંધપાત્ર વાત એ છે કે સુપર ફોરમાં ભારતની આ બીજી મેચ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે મેચ રમી હતી, જેમાં ભારતને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની મેચ બાદ ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. આ મેચ 8 સપ્ટેમ્બરે રમાશે. ભારતે તેમની બંને ગ્રુપ મેચ જીતી હતી. તેણે પહેલા પાકિસ્તાન અને પછી હોંગકોંગને હરાવ્યું.


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11



કે.એલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિપક હુડ્ડા, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદિપ સિંહ


શ્રીલંકાની પ્લેઈંગ 11



પથુમ નિશંકા, કુસલ મેન્ડિસ, ચારીથ અસાલંકા, દાનુશ્કા ગુંથીલંકા, દાસુન શનાકા, ભાનુકા રાજપક્ષા, વાનિન્દુ હસરંગા, ચામિકા કરુનારત્ને, મહેશ તિક્ષાના, અસિથા ફેરનાન્ડો, દિલશાન મદુશંકા


 


આ પણ વાંચો....


Corona Vaccine: ભારતની પ્રથમ નાક વાટે આપવામાં આવતી કોરોના રસીને મળી Emergency Use ની મંજૂરી


Ceasefire Violation: દોઢ વર્ષમાં પહેલીવાર સીઝફાયરનું ઉલ્લંઘન, પાકિસ્તાને સરહદ પર કર્યો ગોળીબાર


Gujarat politics: યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાયા, કહ્યુ- 'કોગ્રેસ પાર્ટી પદ વેચે છે'