નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન આગામી 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થઇ રહી છે. ભારતમાં સતત વધી રહેલા કોરોનાના કેરને ધ્યાનમાં રાખીને બીસીસીઆઇએ આ વખતે આઇપીએલ યુએઇમાં રમાડવાનુ આયોજન કર્યુ છે. પરંતુ યુએઇમાં પણ કોરોનાના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જેથી બીસીસીઆઇની ચિંતા વધી છે. કોરોનાની વચ્ચે ધોનીની ટીમને એક મોટી રાહત મળી છે.
ધોનીની ચેન્નાઇ ટીમનો સભ્યો દિપક ચાહર કોરોનાને લઇને બહાર થઇ ગયો હતો, પરંતુ હવે રિપોર્ટ છે કે તેનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, અને ટીમ સાથે જોડાઇ ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ચાહરની મેદાન પર પ્રેક્સિસમાં વાપસીની તસવીર શેર કરવામાં આવી છે. સીએસકે સુત્રો સાથે જોડાયેલા સુત્રોએ આ વાતની પુષ્ટી કરી છે કે બન્ને ખેલાડીઓના કૉવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવી ચૂક્યા છે. બુધવારે દિપક ચાહરે મેદાન પર પ્રેક્ટિસ કરી હતી.
ખાસ વાત છે કે દુબઇમાં પહોંચ્યા બાદ સીએસકેને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે દીપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ સહિત 13 મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવી ગયા. તમામના રિપોર્ટ પૉઝિટીવ આવતા ટીમમાં હડકંપ મચી ગયો હતો. એટલુ જ નહીં સુરેશ રૈના ટીમ છોડીને ભારત આવી ગયો અને હરજભજન પર્સનલ કારણોસર ત્યાં પહોંચ્યો નથી. આ કારણે ધોનીની ચેન્નાઇ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. જોકે, દિપક ચાહરની વાપસીથી સીએસકેને થોડી રાહત મળી છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયનની મેચથી શરૂ થશે. ગતવર્ષે ધોનીની ટીમે ફાઇનલમાં રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ સામે માત ખાધી હતી, અને રનરઅપ રહી હતી.
ધોનીની ટીમને મળી મોટી રાહત, આ સ્ટાર ખેલાડીની થઇ વાપસી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2020 03:52 PM (IST)
ધોનીની ચેન્નાઇ ટીમનો સભ્યો દિપક ચાહર કોરોનાને લઇને બહાર થઇ ગયો હતો, પરંતુ હવે રિપોર્ટ છે કે તેનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, અને ટીમ સાથે જોડાઇ ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પરથી ચાહરની મેદાન પર પ્રેક્સિસમાં વાપસીની તસવીર શેર કરવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -