સોમવારે મુંબઇ ઇન્ડિયન્સના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર જસપ્રીત બુમરાહનો વીડિયો પૉસ્ટ કરવામાં આવ્યો છે, જેમા બુમરાહ અલગ અલગ બૉલિંગ એક્શનની કૉપી કરી રહ્યો છે.
વીડિયોમાં જસપ્રીત બુમરાહ લસિથ મલિંગા, ગ્લેન મેકગ્રા, આશિષ નેહરા, કેદાર જાધવ, રાશિદ અને અનિલ કુંબલેની બૉલિંગ એક્શનની નકલ કરી રહ્યો છે. વળી, સૂર્ય કુમાર યાદવે જસપ્રીત બુમરાહની એક્શનની કૉપી કરી હતી.
મેદાન પર ઘાતક બૉલર તરીકેની છાપ જમાવી ચૂકેલો જસપ્રીત બુમરાહ અનેક વાર મસ્તી મજાક કરતો દેખાતો હોય છે. આ પહેલા પણ વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વનડે દરમિયાન પ્રેક્ટિસ સેશનમાં આવી રીતે બૉલિંગ એક્શન કરી હતી. તેમાં તેને લેફ્ટ આર્મ સ્પિન અને લેફ્ટ આર્મ સીમ બૉલર તરીકે કૉપી કરી હતી.