રિપોર્ટ પ્રમાણે ઋષભ પંત ગ્રેડ વન ટિયર સામે ઝઝૂમી રહ્યો છે, આ ઇજાના કારણે ઋષભ પંતને આગાળની કેટલીય મેચોમાંથી બહાર રહેવુ પડી શકે છે. દિલ્હી કેપિટલ્સે કહ્યું- પંત ગ્રેડ વન ટિયર સામે ઝઝૂમી રહ્યો છે. પંત પર નજર રાખવામાં આવી રહી છે, અને આશા છે કે તે જલ્દી ઠીક થઇ જશે. દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ઋષભ પંત ઇજાના કારણે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચ ન હતો રમી શક્યો. ઋષભ પંત રાજસ્થાન સામેની મેચ દરમિયાન વરુણ અરુણ કેચ પકડતી વખતે પડી ગયો હતો, અને તેના કારણે તેને ગ્રેડ વન ટિયરની ઇજા પહોંચી હતી.
ફાઇલ તસવીર
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ પહેલાથી જ સ્ટાર ખેલાડીઓની ઇજા સામે ઝઝૂમી રહી છે. સૌથી પહેલા ઇશાન્ત શર્મા, બાદમાં અમિત મિશ્રા અને હવે પંતની ઇજા ટીમ માટે મુશ્કેલ બની ગઇ છે. ટીમ તેમના રિપ્લેસમેન્ટને શોધી રહી છે.