રાશિદ ખાને 18.5 ઓવરના પાંચમા બોલ પર હેલિકોપ્ટર શોટ લગાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ આ દરમિયાન તે માત્ર હેટ વિકેટ ન થયો પરંતુ ફીલ્ડરે તેનો કેચ પણ પકડ્યો હતો. રાશિદે જોકે પહેલા જ વિકેટ સાથે ટકરાવાને કારણએ હિટ વિકેટ આઉટ આપવામાં આવ્યો. રાશિદ ખાને આઉટ થતા પહેલા 8 બોલમાં 14 રન બનાવ્યા, જેમાં એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો.
અત્યાર સુધી આઈપીએલમાં શાનદાર બોલિંગ કરનાર રાશિદ ખાન સીએસકે વિરૂદ્ધ અસરદાર સાબિત ન થયા. ચાર ઓવર બોલિંગ કરતાં રાશિદ ખાને 30 રન આપ્યા અને એક પણ વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો.
જણાવીએ કે, સીએસકે વિરૂદ્ધ મળેલ હારને કારણે સનરાઈઝર્સ હૈદ્રાબાદની મુશ્કેલી થોડી વધી ગઈ છે. હૈદ્રાબાદ અત્યાર સુધી રમેલ 8 મેચમાંથી પાંચમાં હાર થઈ છે. જો હૈદ્રાબાદની ટીમ બે મેચ હારી જાય છે તો તે પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર થઈ જશે.