દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. દિલ્હીના ઓપનર માર્કસ સ્ટોયનિસ (27 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 38 રન) અને શિખર ધવન (50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 78 રન)એ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 86 રન જોડ્યા હતા. શ્રેયસ ઐયરે 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. હેટમાયર 22 બોલમાં 42 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. સનરાઇઝર્સ તરફથી જેસન હોલ્ડર, રાશિદ ખાન, સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી.
વળી, હૈદરાબાદ તરફથી સ્કૉરનો પીછો કરવા ઉતરેલા કોઇપણ બેટ્સમેન ચાલ્યા નહીં. હૈદરાબાદ તરફથી કેન વિલિયમસને સૌથી 67 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી અને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હીની જીતથી દિલ્હીના ફેન્સ અને પ્રસંશકો ખુબ ખુશ થઇ ગયા હતા, અને સોશ્યલ મીડિયા પર જબરદસ્ત અંદાજમાં મીમ્સ બનાવીને વાયરલ કરવા લાગ્યા હતા.