રબાડાની ઘાતક બોલિંગ
દિલ્હી કેપિટલ્સે મેચ જીતવા આપેલા 190ના રનના ટાર્ગેટ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 172 રન બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી વિલિયમસને 45 બોલમાં 5 ચોગ્ગા અને4 છગ્ગા સાથે 67 રન બનાવ્યા હતા. પ્રિયમ ગર્ગે 17 રન, ડેવિડ વોર્નરે 21 રન બનાવ્યા હતા. અબ્દુલ સામદે 14 બોલમાં રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી રબાડાએ 29 રનમાં 4 વિકેટ લીધી હતી, જેમાંથી ત્રણ વિકેટ 19મી ઓવરમાં લઇ મેચનું પાસુ પલટી નાંખ્યું હતું. સ્ટોયનિસે 3 વિકેટ લીધી હતી.
દિલ્હીના ઓપનરોએ અપાવી શાનદાર શરૂઆત
આ પહેલા મેચમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 189 રન બનાવ્યા હતા. દિલ્હીના ઓપનર માર્કસ સ્ટોયનિસ (27 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગા વડે 38 રન) અને શિખર ધવન (50 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 78 રન)એ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 86 રન જોડ્યા હતા. શ્રેયસ ઐયરે 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ તરફથી જેસન હોલ્ડર, રાશિદ ખાન, સંદીપ શર્માને 1-1 સફળતા મળી હતી.
દિલ્હીની ટીમ: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે
હૈદરાબાદની આજની ટીમ: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન