નવી દિલ્હીઃ આઇપીએલનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ગઇકાલે પ્રારંભિક મુકાબલામાં ચેન્નાઇની ટીમે મુંબઇની ટીમને માત આપીને જીત સાથે ટૂર્નામેન્ટમાં શ્રીગણેશ કર્યા હતા. હવે આજે બીજી મેચ દિલ્હી અને પંજાબની ટીમો વચ્ચે રમાવવાની છે. આજની મેચ જીતીને કોણ વિજયી શરૂઆત કરશે, તેના પર બધાનુ ધ્યાન છે. ખાસ વાત છે કે, આજે કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ આમને સામને આવશે પરંતુ પંજાબની ટીમનો રેકોર્ડ યુએઇમાં સારો રહ્યો છે. પંજાબ યુએઇમાં તમામ મેચો જીતી છે, અને આજની મેચ જીતીને રેકોર્ડ બરકરાર રાખવા ઇચ્છશે. વળી, દિલ્હીની નજર જીતથી ટૂર્નામેન્ટની શરૂઆત કરવા પર રહેશે. આજની મેચ દુબઇ ઇન્ટરનેશલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવવાની છે. દુબઇના ગ્રાઉન્ડની પીચને લઇને દિલ્હી કેપિટલ્સના કૉચ રિકી પૉન્ટિંગે મોટુ આકલન