ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેંદ્ર ચહલની જેટલી ચર્ચા રમતને લઈ થાય છે એટલા જ ફેન્સ તેની પત્ની ધનશ્રી વર્માના ડાન્સ વીડિયોને પસંદ કરે છે. ફરી એક વખત ધનશ્રી વર્માનો ડાન્સ વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં ધનશ્રી ચાઈના ગેટના ગીત છમ્મા છમ્મા રે છમ્મા છમ્મા, છમ્મા છમ્મા બાજે રે મેરી પૈજનિયા પર શાનદાર અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં તે એકલી નથી. તેની સાથે બે યુવતીઓ પર ડાન્સ કરી રહી છે.



ધનશ્રી આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે. આ વીડિયોને દોઢ લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ વીડિયો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો પર ચર્ચા ચહલની કોમેન્ટની થઈ રહી છે. આ વીડિયો પર ચહલે કોમેન્ટ કરતા લખ્યું, બ્યુટીફૂલ. આ સાથે જે તેણે દિલ અને ઈમોજી પણ બનાવી. ધનશ્રી ખૂબ જ સારી ડાન્સર છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.