નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની એક એવો ક્રિકેટર રહ્યો છે, જેનુ ફેન ફોલોઇંગ સૌથી વધારે છે. તેના ચાહકો માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાનની બહાર પણ છે. હવે ધોનીની એક એવી તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. આ તસવીર ફેન્સને ખુબ પસંદ પણ આવી રહી છે.

ફેન્સ સોશ્યલ મીડિયા પર આ તસવીરને શેર કરતા અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ખરેખરમાં ધોનીના ફેન પેજ DHONIism એ એક તસવીર શેર કરી છે, આ કેન્ડિડ ફોટો વાયરલ થઇ રહ્યો છે.

ફોટો વાયરલ થતાં જ ફેન્સ કહેવા લાગ્યા કે કેપ્ટન કૂલનો કોઇ મુકાબલો નથી. એક અન્ય ધોનીના ફેને લખ્યું- હારેલી બાજીને જીતતા શીખવાડ્યુ છે તમે, હર અસંભવને સંભવ કરી બતાવ્યુ છે તમે.



ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાઇફ સાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, આ તસવીરમાં સાક્ષીની સાથે ભારતીય ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઋષભ પંત છે. તસવીર શેર કરતા સાક્ષીએ લખ્યું- મિસિંગ, યૂ ગાઇઝ. તસવીર જોઇને એવુ લાગી રહ્યું છે કે ધોની અને સાક્ષી ફોન પર કોઇની સાથે વીડિયો કૉલ પર વાત કરી રહ્યાં છે, અને તેની પાછળ ઋષભ પંત ઉભેલો છે.