ધવલ કુલકર્ણીએ પોતાની ગર્ભવતી પત્ની શ્રદ્ધા સાથેની એક તસવીર શેર કરી છે, જે હાલ પ્રેગનન્ટ છે. આ તસવીર તેને પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શેર છે અને આનંદના સમાચાર ફેન્સ વચ્ચે મોકલ્યા છે. ધવલે તસવીરની સાથે હાર્ટની ઇમોજી પણ પૉસ્ટ કરી છે.
ધવલ કુલકર્ણીએ તેની બાળપણની મિત્ર-ગર્લફ્રેન્ડ શ્રદ્ધા ખારપુડે સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. શ્રદ્ધા 2012થી ફેમિના મેગેઝિનની ફેશન સમન્વયક છે. બન્ને હવે ટુંકસમયમાં માતા-પિતા બનાવાના છે.