MS Dhoni: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો (Team India former captain MS Dhoni) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viela video) થઈ રહ્યો છે. વાસ્તવમાં, એમએસ ધોની રાંચીમાં સ્થિત તેના ફાર્મહાઉસમાં (Dhoni’s Ranchi farmhouse) પ્રવેશવાનો હતો અને તે તેની મર્સિડીઝ AMG G63 ચલાવી રહ્યો હતો. ધોનીના ઘરમાં પ્રવેશતા જ એક પ્રશંસકે તેની સાથે એક તસવીર ક્લિક કરાવવાની વિનંતી કરી. ધોનીએ નમ્રતાપૂર્વક તેની સાથે એક તસવીર ખેંચાવી અને લોકોને તેની સરળ હરકતો ખૂબ પસંદ આવી.


વાયરલ વીડિયોમાં ફેન્સ ધોનીનો સંપર્ક કર્યો અને કહ્યું, મને એક ફોટો આપો, એક ફોટો પ્લીઝ સર. બસ એક સેકન્ડ લાગશે, ડાઉન ધ મિરર સર પ્લીઝ. જોકે ધોનીએ શરૂઆતમાં તસવીર ક્લિક કરાવવાની ના પાડી હતી, પરંતુ બાદમાં હસતાં હસતાં કારનો કાચ નીચે કર્યો અને ફેન સાથે તસવીર ક્લિક કરાવી. આ નમ્ર સ્વભાવ માટે ચાહકો સોશિયલ મીડિયા દ્વારા ધોની પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ સિવાય ધોની ફાધર્સ ડેના અવસર પર પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ધોનીની દીકરી ઝીવાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં ધોની તેના પાલતુ કૂતરા સાથે સમય પસાર કરતો જોવા મળી રહ્યો છે.






કેવું છે ધોનીનું ફાર્મ હાઉસ અંદરથી?


એમએસ ધોનીનું રાંચીમાં સ્થિત ફાર્મહાઉસ અનેક સુવિધાઓથી સજ્જ છે. કહેવાય છે કે આ ફાર્મહાઉસ 7 એકરમાં ફેલાયેલું છે અને તેની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા છે. ફાર્મહાઉસનો મોટાભાગનો હિસ્સો વૃક્ષોથી વાવેલો છે અને એક બગીચો પણ છે. ક્રિકેટ પ્રેક્ટિસ માટે પિચ, નેટ સાથેનું જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર સ્ટેડિયમ પણ અહીં બનાવવામાં આવ્યું છે. લિવિંગ એરિયાની નજીક પણ ઘણા વૃક્ષો અને છોડ છે, જે આ ફાર્મહાઉસને અદ્ભુત દેખાવ આપે છે.


ICCની ત્રણ મોટી ટ્રોફી જીતી હોય તેવો ધોની ક્રિકેટ વર્લ્ડનો એકમાત્ર એવો કેપ્ટન છે.  ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2007, ક્રિકેટ વર્લ્ડકપ 2011 અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2013 જીતી ચુક્યું છે. આ ઉપરાંત ભારતને 2009માં પ્રથમ વખત ટેસ્ટમાં નંબર-1 પણ ધોનીએ જ બનાવ્યું હતું. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે.  તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.