Mahendra Singh Dhoni First Film: ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારી લીધી છે. હવે તે પ્રૉડ્યૂસર બની ગયા છે. આની સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પ્રૉડક્શન હાઉસ ધોની એન્ટરટેન્ટમેન્ટ પ્રાઇવેટ લિમીટેડના અંડરમાં પહેલી ફિલ્મનું એલાન કરી દીધુ છે. જેનુ ટાઇટલ છે 'એલએસજીઃ લેટ્સ ગેટ મેરિડ'. આ એક તામિલ ફિલ્મ છે, જે બહુજ જલ્દી સિનેમાઘરોમાં એન્ટ્રી કરશે.
ધોનીની પહેલી ફિલ્મનું ટાઇટલ લુક પૉસ્ટર આવ્યુ સામે -
ધોની એન્ટરટેન્ટમેન્ટના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ફિલ્મનું ટાઇટલ લૂક મૉશન પૉસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આની સાથે જ કેપ્શનમાં લખ્યુ- અમે ધોની એન્ટરટેન્ટમેન્ટના પહેલા પ્રૉડક્શન ટાઇટલને શેર કરતાં ખુબ ઉત્સાહિત છીએ. ફિલ્મના ટાઇટલ એનાઉન્સમેન્ટની સાથે ફિલ્મની સ્ટારકાસ્ટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ મૂવીમાં હરીશ કલ્યાણ, ઇવાના, નાદિયા અને યોગી બાબૂ જેવા સ્ટાર્સ દેખાશે.
સાક્ષી ધોની બની પ્રૉડક્શન હાઉસની મેનેજિંગ ડાયરેક્ટર -
ફિલ્મનું ટાઇટલ લૂક મૉશન પૉસ્ટર એનિમેશન ફૉર્મેટમાં બનાવવામાં આવ્યુ છે, જે ખુબ દિલચસ્પ લાગી રહ્યું છે. રમેશ થમિલમણી 'એલએસજીઃ લેટ્સ ગેટ મેરિડ'થી એક ડાયેરક્ટર ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે આ ફિલ્મની મ્યૂઝિક કમ્પૉઝર પણ છે. વળી મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની પ્રૉડક્શન હાઉસની મેનેજિંગ ડાયરેક્ટર છે.
ઓછા બજેટમાં બની રહે છે ધોનીની પહેલી ફિલ્મ -
મહેન્દ્ર સિંહ ધોનીની 'એલએસજીઃ લેટ્સ ગેટ મેરિડ'માં ઇવાના ફિમેલ લીડમાં દેખાશે. તેને લવ ટુડે ફિલ્મથી જબરદસ્ત પૉપ્યૂલારિટી મળી હતી. જે બૉક્સ ઓફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઇ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી ફિલ્મ બહુજ ઓછા બજેટમાં બની રહી છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સના કેપ્ટન છે. બતાવવામાં આવી રહ્યું છે કે, તે વર્ષ 2023ના આઇપીએલમાંથી સન્યાસ લઇ શકે છે.