Cricket Awards: વર્ષ 2022 માટે ક્રિકેટ જગતના તમામ 18 મોટા એવૉર્ડ્સનું એલાન કરવામાં આવી ચૂક્યુ છે. 23 જાન્યુઆરી થી 26 જાન્યુઆરીની વચ્ચે કુલ 18 અલગ અલગ કેટેગરીમાં આઇસીસી એવૉર્ડ્સ (ICC Awards) નું એલાન કરવામાં આવ્યુ. આમાં 5 ટીમ એવૉર્ડ્સ હતા અને 13 વ્યક્તિગત એવૉર્ડ્સ રહ્યાં. અહીં પાકિસ્તાનના બાબર આઝમને (Babar Azam) સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર પસંદ કરવામાં આવ્યો, તો ઇંગ્લેન્ડની નેટ શિવર સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટ તરીકે પંસદ થઇ. ભારતીય ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ અને રેણુકા સિંહ પણ અલગ અલગ કેટેગરીમાં વિજેતા રહ્યાં. 


ટીમ એવૉર્ડ્સ - 
1. આઇસીસી મહિલા ટી20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ ઇયરઃ - 
સ્મૃતિ મંધાના, બેથ મૂની, સૌફી ડિવાઇન (કેપ્ટન), એશ ગાર્ડનર, તાહલિયા મેક્ગ્રાથ, નિડા ડાર, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), સોફી એક્લેસ્ટૉન, ઇનોકા રાણાવીરા, રેણુકા સિંહ.


2. આઇસીસી પુરુષ ટી20 ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ ઇયરઃ- 
જૉસ બટલર (કેપ્ટન-વિકેટકીપર), મોહમ્મદ રિઝાવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલિપ્સ, સિકન્દર રજા, હાર્દિક પંડ્યા, સેમ કરન, વાનિન્દુ હસરંગા, હેરિસ રાઉફ, જોશુઆ લિટિલ. 


3. આઇસીસી પુરુષ વનડે ટીમ ઓફ ધ ઇયર: - 
બાબર આઝમ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, શાઇ હૉપ, શ્રેયસ અય્યર, ટૉમ લાથમ (વિકેટકીપર), સિકન્દર રજા, મેહદી હસન મિરાજ, અલ્ઝારી જોસેફ, મોહમ્મદ સિરાજ, ટ્રેન્ટ બૉલ્ટ, એડમ જામ્પા. 


4. આઇસીસી મહિલા વનડે ટીમ ઓફ ધ ઇયર: - 
એલિસા હીલી (વિકેટકીપર), સ્મૃતિ મંધાના, લોરા વૉલ્ડવાર્ટ, નેટ શિવર, બેથ મૂની, હરમનપ્રીત કૌર, અમેલા કેર, સોફી એક્લેસ્ટૉન, અયાબોન્ગા ખાકા, રેણુકા સિંહ, શબનિમ ઇસ્માઇલ. 


5. આઇસીસી પુરુષ ટેસ્ટ ટીમ ઓફ ધ ઇયર: - 
ઉસ્માન ખ્વાજા, ક્રેગ બ્રાથવેટ, માર્નસ લાબુશાને, બાબર આઝમ, જૉની બેયરર્સ્ટૉ, બેન સ્ટૉક્સ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), પેટ કમિન્સ, કગિસો રબાડા, નાથન લિયૉન, જેમ્સ એન્ડરસન. 


વ્યક્તિગત એવૉર્ડ્સ - 
6. આઇસીસી પુરુષ એસોસિએટ ક્રિકેટર ઓફ ધ ઇયર :-
નામીબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરેસમસ
7. આઇસીસી મહિલા એસોસિએટ ક્રિકેટર ઓફ ધ ઇયર:-
યૂએઇની ઇશા ઓજા 
8. આઇસીસી પુરુષ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ ઇયર :- 
ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ
9. આઇસીસી મહિલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ ઇયર: - 
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર મહિલા તાહિલા મેક્ગ્રાથ 
10. આઇસીસી ઇમર્જિંગ પુરુષ ક્રિકેટ ઓફ ધ ઇયર: - 
દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બૉલર માર્કો યાન્સિન 
11. આઇસીસી ઇમર્જિંગ મહિલા ક્રિકેટર ઓફ ધ ઇયર: -
ભારતની ફાસ્ટ બૉલર રેણુંકા સિંહ 
12. આઇસીસી એમ્પાયર ઓફ ધ ઇયર: -
રિચર્ડ ઇલિંગવર્થ 
13. આઇસીસી પુરુષ વનડે ક્રિકેટર ઓફ ધ ઇયર: - 
પાકિસ્તાની ઓપનર બેટ્સમેન બાબર આઝમ 
14. આઇસીસી મહિલા વનડે ક્રિકેટર ઓફ ધ ઇયર: - 
ઇંગ્લેન્ડની ઓલરાઉન્ડર નેટ શિવર 
15. આઇસીસી પુરુષ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ઇયર:- 
ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ 
16. રચેલ હેહોઇ ફ્લિન્ટ ટ્રૉફી (આઇસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ ઇયર): - 
નેટ શિવર 
17. સર ગારફિલ્ડ સૉબર્સ ટ્રૉફી (આઇસીસી પુરુષ ક્રિકેટર ઓફ ધ ઇયર): - 
બાબર આઝમ 
18. આઇસીસી સ્પીરિટ ઓફ ધ ક્રિકેટ એવૉર્ડ:- 
નેપાલના આસિફ શેખ