ખરેખરમાં, મહેન્દ્ર સિંહ ધોની મુંબઇમાં એક એડ શૂટ માટે પહોંચ્યો હતો, તે સમયે ફેન્સે તેની એક ઝલક મેળવવા માટે ઘેરી લીધો હતો. જોકે, ફેન્સ બેકાબુ બનતાં તેને અટકાવવા માટે સપના વચ્ચે આવી ગઇ હતી. સપના ભાવનાની ધોનીની હેરસ્ટાઇલિસ્ટ છે, તે સમયે તે બૉડીગાર્ડ બનીને ધોનીને ભીડથી બચાવવા માટે આગળ આવી ગઇ હતી, અને ભીડને કાબુમાં કરી હતી. આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સપનાએ પણ આ વીડિયોને શેર કર્યો છે, તેને કેપ્શનમાં લખ્યુ છે, '90% સિક્યૂરિટી, 10% હેયર અને 500% ફેનગર્લ'
ખાસ વાત છે કે, સપના ભાવનાની છેલ્લા કેટલાય સમયથી ધોનીની હેરસ્ટાઇલિસ્ટ છે.
ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની વનડે વર્લ્ડકપની સેમિફાઇનલ બાદ ક્રિકેટના મેદાન પર જોવા નથી મળ્યો, હવે આઇપીએલ 2020માં ફરીથી ક્રિકેટમાં તેની વાપસી થવાની છે.