વેલિંગ્ટનઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. ભારતે ટી-20 શ્રેણી 5-0થી જીતીને યજમાન ટીમનો વ્હાઇટવોશ કર્યો હતો, જેનો બદલો તેમણે વન ડે શ્રેણીમાં ભારતને 0-3થી હાર આપીને લીધો હતો. હવે બંને દેશો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં ખરાખરીનો જંગ જોવા મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 21 ફેબ્રુઆરીએ વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ વેલિંગ્ટનમાં આજે પ્રેક્ટિસ કરી હતી.


ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત ટૉપ પર

હાલ ચાલી રહેલી આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ટીમ ઇન્ડિયા ટૉપ પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ છઠ્ઠા નંબર પર છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, કોઇપણ ટીમ ભારતીય ટીમને હરાવવા માંગે છે, અને ન્યૂઝીલેન્ડ પણ આ જ કરવા ઇચ્છશે. આજે અમે એ સ્ટેજ પર પહોંચી ગયા છીએ કે, દરેક ટીમ અમને હરાવવા માંગતી હોય છે. જો ન્યૂઝીલેન્ડ પણ આમ ઇચ્છતી હોય તો કંઇ ખોટું નથી.

ટેસ્ટમાં ભારત છે મજબૂત

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા પાસે ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા, ઈશાંત શર્મા, રવિચંદ્રન અશ્વિન જેવા ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ખેલાડી છે. જે હરિફ ટીમને હંફાવવા પૂરતા છે. આ કારણે ન્યૂઝીલેન્ડ કરતાં ભારતીય ટીમ વધારે મજબૂત છે.

પ્રથમ ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમઃ મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રિદ્ધીમાન સાહા, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ

કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલ

ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતને મળી શકે છે મોટી ભેટ, રાજ્યમાં યુએસ એમ્બેસીની થઈ શકે છે જાહેરાત

જર્મનીના બે હુક્કાબારમાં ફાયરિંગ, 8 લોકોના મોત, હુમલાખોર ફરાર