મુંબઇઃ છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટથી દુર રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને લઇને મીડિયામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એકબાજુ ધોનીના સન્યાસ તો બીજીબાજુ આઇપીએલ રમવા અંગે લોકો ધોનીનો મત જાણવા માગે છે. ત્યારે માહીના મેનેજરે આ બન્ને બાબતો પર મોટુ નિવેદન આપ્યુ છે. 7 જુલાઇએ ધોની 39 વર્ષનો થઇ ગયો છે.
એમએસ ધોનીના બાળપણના મિત્ર અને મેનેજર મિહિર દિવાકરે વાતનો ખુલાસો કરતા કહ્યું કે, ધોની હાલ રિટાયરમેન્ટ વિશે બિલકુલ નથી વિચારી રહ્યો. ઉલ્લેખનીય છે કે ધોનીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં રમી હતી. ત્યારબાદથી તે ક્રિકેટ ગ્રાઉન્ડથી દુર જ રહ્યો છે, અને હવે કોરોના મહામારીના કારણે આઇપીએલ પણ સ્થગિત છે.
મેનેજર મિહિરે એ વાતની પણ પુષ્ટિ કરી કે એમએસ ધોનીનું આઇપીએલ રમવા અંગે વધુ મન છે, અને લૉકડાઉન દરમિયાન તે પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપતો હતો. તે ખુબ મહેનત કરી રહ્યો છે. તેને કહ્યું કે, તે આઇપીએલ રમવા માટે બહુજ દ્રઢ છે. તેને આ માટે પ્રસ્તાવમાં જબરદસ્ત મહેનત કરી છે, તમને ખબર હોય કે બધુ બંધ હોવા છતા તે એક મહિના પહેલા જ તે ચેન્નાઇમાં હતો.
મિહિરે કહ્યું - તેને પોતાના ફાર્મહાઉસમાં પોતાની ફિટનેસને જાળવી રાખી છે, અને લૉકડાઉન પુરુ થયા બાદ પ્રેક્ટિસ શરૂ કરશે. હવે બધી વાત સ્થિતિ કેટલીક સામાન્ય છે તેના પર નિર્ભર રહેશે.
મે અડધી રાત્રે તેની સાથે વાત કરી, આ એક રોજિંદી સામાન્ય વાતચીત હતી, દરરોજની જેમ. ધોની પોતાના પરિવારની સાથે એક શાંત જન્મદિવસ સમારોહમાં પોતાના ઘરે હતો. મિત્ર હોવાના નાતે અમે ક્રિકેટ વિશે વાત નથી કરતા. મિહિરે આગળ કહ્યું તેને જોઇને તો એવુ કહી શકાય કે તે હાલ રિટાયરમેન્ટ વિશે નથી વિચારી રહ્યો.
ધોનીના સન્યાસ અને આઇપીએલ રમવા અંગે તેના મેનેજરે આપ્યુ મોટુ નિવેદન, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2020 10:32 AM (IST)
મે અડધી રાત્રે તેની સાથે વાત કરી, આ એક રોજિંદી સામાન્ય વાતચીત હતી, દરરોજની જેમ. ધોની પોતાના પરિવારની સાથે એક શાંત જન્મદિવસ સમારોહમાં પોતાના ઘરે હતો. મિત્ર હોવાના નાતે અમે ક્રિકેટ વિશે વાત નથી કરતા. મિહિરે આગળ કહ્યું તેને જોઇને તો એવુ કહી શકાય કે તે હાલ રિટાયરમેન્ટ વિશે નથી વિચારી રહ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -