IPL 2020ને લઈ મોટા સમાચાર, ગાંગુલીએ કહ્યું- ભારતમાં આયોજન છે અમારી પ્રાથમિકતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jul 2020 05:17 PM (IST)
ગાંગુલીએ કહ્યું, અમે આઈપીએલ રમાય તેમ ઈચ્છીએ છીએ, ક્રિકેટની વાપસીની જરૂર છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનનું ભવિષ્ય હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે બીસીસીઆઈ સપ્ટેમ્બર કે નવેમ્બર વચ્ચે આઈપીએલના આયોજનનો વિકલ્પ શોધી રહી છે. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, દેશમાં આઈપીએલનું આયોજન કરાવવું તેમની પ્રાથમિકતા છે. જોકે કોરોનાના કારણે બગડી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી વિદેશમાં આઈપીએલના આયોજનની સંભાવના નકારી શકાય નહીં. ગાંગુલીએ કહ્યું, અમે આઈપીએલ રમાય તેમ ઈચ્છીએ છીએ, ક્રિકેટની વાપસીની જરૂર છે. અમારા માટે આ ઑફસીઝન છે. અમે માર્ટમાં ઘરેલુ સીઝન સમાપ્ત કરી હતી. જે બાદ અમારે આઈપીએલ સ્થગિત કરવી પડી, જે અમારી ઘરેલુ સીઝનનો મહત્વનો હિસ્સો છે. તેણે કહ્યું, અમને મીડિયા દ્વારા અનેક ચીજો સાંભળવા મળે છે પરંતુ અત્યાર સુધી સત્તાવાર રીતે બોર્ડના સભ્યોને આ અંગે જણાવાયું નથી. જોકે અમે તો ભારતમાં જ આઈપીએલ રમાડવા માંગીએ છીએ અને તે અમારી પ્રાથમિકતા છે. જો અમને 35-40 દિવસનો સમય મળશે તો અમે આયોજન કરીશું. જીવન અને ક્રિકેટને સામાન્ય સ્તર પર લાવવા માટે આઈપીએલ થાય તેમ અમે ઈચ્છીએ છીએ. પરંતુ અમારી પાસે ટી-20 વર્લ્ડકપને લઈ આઈસીસીનો કોઈ જવાબ નથી આવ્યો. ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તે જોતાં આ વર્ષે આઈપીએલ વિદેશમાં યોજાવાની પ્રબળ શક્યતા છે. મોદી કેબિનેટે પ્રવાસી મજૂરોને લઈ શું લીધો મોટો નિર્ણય, બીજા કયા મહત્વના ફેંસલા લેવાયા, જાણો વિગત ન્યૂઝીલેન્ડઃ આઈસોલેશનમાંથી ભાગ્યો ભારતીય, મોલમાં ફર્યો ને 70 મિનિટ પછી.......