ટોપેએ કહ્યુ કે, આઇપીએલને સ્થગિત કરવા માટે સતાવાર રીતે વાતચીત ચાલી રહી છે અનેટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રીનું આ નિવેદન એવા સમયમાં આવ્યું છે જ્યારે આઇપીએલ શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય રહી ગયો છે. તેનું આયોજન 29 માર્ચના રોજ થશે અને પ્રથમ મેચ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે રમાશે.
થોડા દિવસ અગાઉ જ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે આઇપીએલનું આયોજન નક્કી તારીખ પર થશે. કોરોના વાયરસથી બચવા માટે તમામ સંભવ પગલા ભરવામાં આવશે. ગાંગુલીએ કહ્યુ કે, આઇપીએલ ઓન છે અને બોર્ડ ટુનામેન્ટને આયોજીત કરવા માટે તમામ પગલા ભરી રહ્યું છે. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 34 પોઝીટિવ કેસ સામે આવ્યા છે.