મેલબર્નઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં આવતીકાલે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આઠમી માર્ચે ઇન્ટરનેશનલ મહિલા દિવસના અવસર પર રમાનારી ફાઇનલ બપોરે 12.30 વાગ્યે શરૂ થશે. ભારતને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચાડવામાં ઓપનર શેફાલી વર્માનો મહત્વનો ફાળો રહ્યો છે. શેફાલીએ વર્માએ 4 મેચમાં 161ના સ્ટ્રાઇક રેટથી 161 રન બનાવ્યા છે.


ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડની ઓપનિંગ બેટ્સમેન ડેની વાયટે કહ્યું કે, ભારતની આક્રમક બેટ્સમેન શેફાલી વર્માને મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં ધમાકો કરતી રોકવા ઓસ્ટ્રેલિયાએ માઇન્ડ ગેમ રમવી પડશે. બધાને ખબર છે કે તેની નબળાઈ શું છે અને શેફાલી પણ આ સારી રીતે સમજે છે.  ઓસ્ટ્રેલિયાની ટીમે તેની સામે પહેલા આ પ્રકારે બોલિંગ કરી છે.

ડેની વાયટે 2019માં મહિલા ટી20 ચેલેન્જમાં શેફાલી સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો હતો. તેણે કહ્યું, જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે જરૂરથી વધારે ભાવુક થઈ જાય છે. મેં શેફાલીને સમજાવ્યું કે, તે વધારે તણાવ ન લે અને માત્ર ક્રિકેટ પર જ ધ્યાન આપે.

વાયટે કહ્યું, જ્યારે તમે ટી-20માં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા નીભાવો છો ત્યારે પરિસ્થિતિ ઘણી મુશ્કેલ થઈ જાય છે. તમારે મેદાનમાં ઉતરતાં જ મોટા ફટકા લગાવવાના હોય છે અને આ સ્થિતિમાં નિષ્ફળ જવાની સંભાવના વધારે હોય છે.

મહિલા ટી-20 વર્લ્ડકપઃ ફાઈનલ પહેલા કેટી પેરીએ કરી ભારતીય ટીમ સાથે મુલાકાત, તસવીર થઈ વાયરલ

મહિલાએ કરી ભગવાન સાથે સરખામણી, PM મોદી થઈ ગયા ભાવુક, જાણો વિગતે

ધોનીની જગ્યાએ કોહલીને કેમ બનાવ્યો કેપ્ટન ? પૂર્વ ચીફ સિલેકટર MSK પ્રસાદે આપ્યો આ જવાબ