Ravindra Jadeja Instagram: ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના IPL ટીમ ચેન્નાઇ સપુર કિંગ્સ (CSK)ની સાથે સંબંધો કંઇક સારા નથી ચાલી રહ્યાં. તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી CSK સાથે જોડાયેલી IPL 2021 અને 2022 ની તમામ પૉસ્ટને હટાવી દીધી છે. જાડેજાના આ પગલા બાદ ક્રિકેટ ફેન્સ સોશ્યલ મીડિયા પર ખુબ રિએક્શન્સ આપી રહ્યાં છે. ફેન્સ એટલે સુધી કહી રહ્યાં છે કે, આગામી સિઝનમાં રવીન્દ્ર જાડેજા કોઇ બીજી ટીમની જર્સીમાં IPL માં રમતો દેખાશે. 


IPL 2022માં રવીન્દ્ર જાડેજાને સીએસકેનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જોકે, તેની કેપ્ટનશીપમાં CSK નુ પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું, ટીમને 8 માંથી 6 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. રવીન્દ્ર જાડેજા બૉલિંગ અને બેટિંગમાં પણ પરફોર્મન્સ ન હતો કરી રહ્યો, આ બધા કારણોસર ફરીથી ચેન્નાઇએ જાડેજાને હટાવીને ધોનીને કેપ્ટન બનાવી દીધો હતો, આ પછી રવીન્દ્ર જાડેજા અને સીએસકે વચ્ચે સંબંધો બગડ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. જોકે આ પછી ધોનીની કેપ્ટનશીપમાં બે મેચ રમ્યા બાદ રવીન્દ્ર જાડેજા ઇન્જરીના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો હતો. 






આઇપીએલમાં આ ઘટના બાદ રવીન્દ્ર જાડેજા અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે સંબંધો બગડ્યા હોવાની વાત સામે આવી હતી, હવે આગામી સિઝનમાં તમામ વસ્તુઓ સ્પષ્ટ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે રવીન્દ્ર જાડેજા હાલમાં જ ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટૉન ટેસ્ટમાં સદી ફટકારીને બધાની નજરમાં આવી ગયો છે.














આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર