નવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોના સારા પ્રદર્શનનો બેટ્સમેન ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા છે પરંતુ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આ માટે કોઇના પર દોષનો ટોપલો ઢોળવા માંગતો નથી. બુમરાહ અને મોહમ્મદ શમીએ સાથે મળીને સાત વિકેટ ઝડપી ન્યૂઝિલેન્ડની ટીમને 235 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી પરંતુ ભારત તેનો ફાયદો ઉઠાવી શકી નહી અને બીજી ઇનિંગમાં 90 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

ભારત પર હારનો ખતરો મંડરાઇ રહ્યો છે કારણ કે ભારતે હજુ સુધી ફક્ત 97 રન રનની લીડ મેળવી છે અને છ વિકેટ ગુમાવી દીધી છે. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનનો બચાવ કરતા બુમરાહે કહ્યુ કે, અમે કોઇના પર દોષ આપવા માંગતા નથી. અમારી ટીમ સંસ્કૃતિમાં અમે કોઇના પર દોષનો ટોપલાનો પ્રયાસ કરતા નથી. કોઇ દિવસ જો અમે વિકેટ લઇ શકતા નથી તો  બેટ્સમેનોને હક નથી કે તે અમારા અંગે વાતો કરે. શું એવી નથી?

26 વર્ષના બુમરાહે કહ્યું કે, તેને ઋષભ પંત અને હનુમા વિહારીની ક્ષમતાઓ પર વિશ્વાસ છે કે તે વિરોધી ટીમને ત્રીજા દિવસે મુશ્કેલીમાં નાખી શકે ચે. ન્યૂઝિલેન્ડની પ્રથમ ઇનિંગમાં 3 વિકેટ ઝડપનારા બુમરાહે કહ્યું કે, એક ટીમ તરીકે અમે ટક્કર આપવા માંગીએ છીએ અને સારુ પ્રદર્શન કરવા ઇચ્છીએ છીએ પરંતુ સ્થિતિ તમામની સામે છે.