ન્યૂઝીલેન્ડની ઈનિંગની 72મી ઓવર શમી ફેંકતો હતો. કિવી ટીમના પૂંછડિયા બેટ્સમેનો ભારત માટે પરેશાની બની રહ્યા હતા. વેગનર અને જેમિસન રન બનાવતા હતા. બંને વચ્ચે 51 રનની પાર્ટનરશિપ થઈ ચુકી હતી. આ ઓવરના અંતિમ બોલ પર વેગનરે શોટ ફટકાર્યો પણ સફળ ન થયો.
શમીએ શોર્ટ પિચ બોલ ફેંક્યો હતો, જેને તે સ્કવેર લેગ બાઉન્ડ્રી પર ફટકારવા ઈચ્છતો હતો. બોલ હવામાં ઉછળ્યો પરંતુ ત્યાં ઉભેલા જાડેજાએ સુપરમેનની જેમ હવામાં ઉડીને શાનદાર કેચ પકડ્યો. આ કેચને સદીનો શાનદાર કેચ માનવામાં આવી શકે છે.
ન્યૂઝીલેન્ડ પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવી ઓલઆઉટ થતાં ભારતને 7 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ભારતે દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 90 રન બનાવ્યા છે.