Rishabh Pant and Pele: રમત જગત માટે માટે આજે દુઃખદ દિવસ છે, આજે ફરી એકવાર ફેન્સ માટે બ્લેક ફ્રાઇડે આવ્યો છે, આજે પહેલા ફૂટબૉલ જગતના સ્ટાર ખલેાડી પેલેનુ નિધન થઇ ગયુ, તો બીજીબાજુ ભારતના સ્ટાર બેટ્સમેને ઋષભ પંતની કારનો ગમખ્વાર અકસ્માત નડ્યો. આજે રમત જગતના ફેન્સ માટે ડબલ ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. 


લીજેન્ડ ફૂટબૉલરે દુનિયાને કહ્યું અલવિદા  - 
બ્રાઝિલના મહાન ફૂટબૉલર પેલેએ 82 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ, તે છેલ્લા કેટલાય સમયથી લાંબી બિમારી સામે ઝઝૂમી રહ્યો હતો. પેલેની ગણતરી સર્વાકાલિન મહાન ફૂટબૉલરમાં કરવામાં આવે છે. ફૂટબૉલની દુનિયામાં આજે પણ તેના નામે અનેક રેકોર્ડ નોંધાયેલા છે, માત્ર 16 વર્ષની ઉંમરે બ્રાઝિલની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવીને લોકોને આશ્ચર્યચકિત કરી દેનારા પેલેએ શાનદાર કેરિયર બનાવી હતી. પેલેએ પોતાની આખી કેરિયરમાં (જૂનિયર, સીનિયર લેવલ) પર 1200 થી વધુ ગૉલ કર્યા હતા.


ઋષભ પંતનો અકસ્માત ડબલ ઝટકો  - 
શુક્રવારે સવારે રમત જગતમાંથી બીજી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, અને તે હતી સ્ટાર વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતની કારનો ગંભીર અકસ્માત, આ અકસ્માતમાં ઋષભ પંત પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.


રીષભ પંત પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતની તેમની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી.  કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેને સારવાર માટે દિલ્હી મોકલવામાં આવ્યો છે.


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી રિષભ પંતને શુક્રવારે સવારે ગંભીર અકસ્માત નડતા ક્રિકેટ ચાહકોમાં ચિંતાની લાગણી છે. આ અકસ્માતમાં રીષભ પંતને માથા અને પગમાં ઈજા થઈ છે ત્યારે બહાર આવેલી પ્રાથમિક વિગતો પ્રમાણે, રીષભ પંતને કાર ચલાવતાં ચલાવતાં અચાનક ઝોકું આવી જતાં અકસ્માત થયો હતો.