Top-10 Earners In IPL History List: રોહિત શર્મા આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી બની ગયો છે, જ્યારે રોહિત શર્મા બાદ આ લિસ્ટમાં બીજા નંબર પર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનુ નામ સામેલ છે. તે અત્યાર આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન પણ છે. અત્યાર સુધી રોહિત શર્મા આઇપીએલમાંથી 178.6 કરોડ રૂપિયાની કમામી કરી ચૂક્યો ચે, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ આઇપીએલ ઇતિહાસમાં 16 વર્ષોમાં 176.84 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ઉપરાંત આ લિસ્ટમાં વિરાટ કોહલી અને સુરેશ રૈના જેવા દિગ્ગજોના નામ સામેલ છે, જુઓ એવા 10 ખેલાડીઓ જેને આઇપીએલમાં સૌથી વધુ કમાણી કરી છે.......
આઇપીએલ ઇતિહાસના 10 સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓ -
1- રોહિત શર્મા -
રોહિત શર્મા આઇપીએલ ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી છે, મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટને આઇપીએલમાંથી 178.6 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે.
2- મહેન્દ્ર સિંહ ધોની -
આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ લિસ્ટમાં બીજા નંબર પર છે, ધોનીએ આઇપીએલ ઇતિહાસના 16 વર્ષોમાં 176.84 કરોડની કમાણી કરી છે.
3- વિરાટ કોહલી -
રોહિત અને ધોની બાદ આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ છે, વિરાટે આઇપીએલમાંથી અત્યાર સુધી 173.2 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
4- સુરેશ રૈના -
મિસ્ટર આઇપીએલ સુરેશ રૈનાએ આઇપીએલમાંથી 110 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે આ લિસ્ટમાં ચોથા નંબર પર છે.
5- રવીન્દ્ર જાડેજા -
ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ આઇપીએલમાંથી 109 કરોડ રૂપિયાની કમાણી કરી છે, આ લિસ્ટમાં તે પાંચમા નંબર પર છે.
6- સુનીલ નારેન -
વેસ્ટ ઇન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર અને કેકેઆરનો ખેલાડીઓ સુનીલ નારેને અત્યારુ સુધી આઇપીએલમાંથી 107.2 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે.
7- એબી ડી વિલિયર્સ -
સાઉથ આફ્રિકન સ્ટાર એબી ડિવિલિયર્સે આઇપીએલમાં અત્યાર સુધી 102.5 કરોડ રૂપિયા કમાયા છે. આ લિસ્ટમાં તે સાતમા નંબર પર છે.
8- ગૌતમ ગંભીર -
દિલ્હી કેપિટલ્સનો પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીર આ લિસ્ટમાં આઠમા નંબર પર છે, તેને આઇપીએલમાં અત્યાર સુધી 94.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
9- શિખર ધવન -
ભારતીય ઓપનર શિખર ધવને આઇપીએલમાંથી અત્યાર સુધી 91.8 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
10- દિનેશ કાર્તિક -
ભારતીય વિકેટકીપર બેટ્સમેને દિનેશ કાર્તિક આ લિસ્ટમાં 10માં નંબર પર છે, તેને આઇપીએલમાં અત્યાર સુધી 86.92 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.