આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારો ટી20 વર્લ્ડકપ મોટી ટૂર્નામેન્ટ છે. આને લઇને કેપ્ટન ફાક ડૂ પ્લેસીસે કહ્યું કે, મારા અને ડિવિલિયર્સ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી વાપસીને લઇને વાત ચાલી રહી છે, મારી ઇચ્છા છે કે ડિવિલિયર્સ આગામી વર્ષે ટી20 વર્લ્ડકપ રમવા દક્ષિણ આફ્રિકન ટીમ સાથે જોડાઇ જાય.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ દક્ષિણ આફ્રિકન માર્ક બાઉચરે પણ ડિવિલિયર્સની વાપસી અંગે કહ્યું હતું, બાઉચરે ડિવિલિયર્સને વાપસી માટે મનાવવાની પણ વાત કહી હતી.
ડિવિલિયર્સ સાઉથ આફ્રિકન ટીમમાંથી વર્ષ 2017થી સન્યાસ લઇ ચૂક્યો છે. હાલ ડિવિલિયર્સ દુનિયાની અલગ અલગ ટી20 લીગમાં રમી રહ્યો છે. ડિવિલિયર્સ સાઉથ આફ્રિકા તરફથી 78 ટી20 મેચોમાં 1672 રન બનાવી ચૂક્યો છે.
જોકે હવે એવી ચર્ચા છે કે, તે ક્રિકેટની દુનિયામાં કમબેક કરશે. તેણે કમબેક માટેનો રસ્તો પણ તૈયાર કરી લીધો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાના નવા સ્થાયી મુખ્ય કાર્યકારી થબાંગ મોરોએએ એબીના રોડમેપ વિશે ખુલાસો કર્યો છે. મોરોએ અનુસાર ડિ વિલિયર્સ IPL અને દક્ષિણ આફ્રિકાની ડૉમેસ્ટિક ફ્રેન્ચાઈઝી ટાઈટન્સ માટે અવેલેબલ રહેશે. ડિ વિલિયર્સ ભવિષ્યમાં એડવાઈઝરી કમિટિ અને કોચ સંબંધી ભૂમિકા ભજવવા માટે રસ દાખવ્યો છે.