World Cup Final: ફ્લાઇટ્સના ભાડામાં અધધ વધારો,દિલ્લી સહિતના આ શહેરોથી અમદાવાદ પહોંચવા માટે ચૂકવવી પડશે આ રકમ

અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે  એર ટિકિટની કિંમત 40 હજાર રૂપિયા પર પહોંચી ગઈ છે.ભારત ફાઈનલમાં પહોંચવાને કારણે એરલાઈન્સ કંપનીઓની ચાંદી  થઈ ગઈ છે

Continues below advertisement

World Cup Final: ભારત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચતાની સાથે જ અમદાવાદની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ તકનો લાભ લેવા માટે એરલાઈન્સે માત્ર ભાડાં જ નહીં પરંતુ ફ્લાઈટ્સની સંખ્યામાં પણ વધારો કર્યો છે.

Continues below advertisement

અમદાવાદમાં યોજાનારી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલના કારણે  એર ટિકિટની કિંમત 40 હજાર રૂપિયા પર પહોંચી ગઈ છે. ભારત ફાઈનલમાં પહોંચવાને કારણે એરલાઈન્સ કંપનીઓની ચાંદી  થઈ ગઈ છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બર રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ જોવા માટે અમદાવાદ જનારાઓમાં હરીફાઈ જોવા મળી રહી છે. માંગ એટલી વધી ગઈ છે કે એરલાઈન્સને અમદાવાદ અને ત્યાંથી વધારાની ફ્લાઈટ્સ શરૂ કરવી પડી છે. વધતી માંગને કારણે ભાડું પણ  દર મિનિટે વધી રહ્યું છે.

એરલાઇન્સની બીજી દિવાળી છે

તાજેતરમાં દિવાળી દરમિયાન નફો કરતી એરલાઈન્સ માટે આ વર્ષે બીજી દિવાળી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલના રૂપમાં આવી છે. ઈન્ડિગો અને વિસ્તારાએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે બે દિવસ માટે એક-એક ફ્લાઈટ વધારી છે. આ ઉપરાંત ઈન્ડિગોએ બેંગલુરુથી અમદાવાદ અને હૈદરાબાદથી અમદાવાદ વચ્ચેની ફ્લાઈટ્સ પણ વધારી છે.

ક્યાંથી અને કેટલું ભાડું

વિવિધ એરલાઈન્સ બુકિંગ પ્લેટફોર્મ મુજબ અમદાવાદની ફ્લાઈટ્સમાં અનેક ગણો વઘારો થયો છે. 18 નવેમ્બરે મુંબઈથી અમદાવાદની 18 ફ્લાઈટ છે. આમાંથી અડધાથી વધુ ભરેલી છે. એરલાઈન્સ હવે ડાયરેક્ટ ફ્લાઈટ્સને બદલે દિલ્હી અને બેંગલુરુ જેવા અન્ય શહેરોથી ફ્લાઈટ ઉડાડવાની તૈયારી કરી રહી છે. દિલ્હીથી અમદાવાદનું ભાડું 14થી 39 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. મુંબઈના લોકોએ 10 થી 32 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. બેંગલુરુથી ભાડું રૂ. 27 થી 33 હજારના આંકડાને સ્પર્શી ગયું છે. કોલકાતાથી અમદાવાદની ફ્લાઈટનો ખર્ચ 40 હજાર રૂપિયા છે.

અમદાવાદ નહીં તો વડોદરા

અમદાવાદને અડીને આવેલા જિલ્લા વડોદરા જનારા લોકોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. અહીંથી અમદાવાદ માત્ર 2 કલાકમાં પહોંચી શકાય છે. મુંબઈ અને દિલ્હીથી વડોદરાની ફ્લાઈટ પણ મોંઘી થઈ રહી છે. હાઇ ડિમાન્ડને પહોંચી વળવા ભાડાની સાથે ફ્લાટસમાં પણ વધારો કર્યો છે.. ઈન્ડિગો અને વિસ્તારા બાદ અન્ય એરલાઈન્સે પણ  નવી ફ્લાઈટ્સની જાહેરાત કરી શકે છે.

Continues below advertisement
Sponsored Links by Taboola