નવી દિલ્હીઃ ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઇરાજ રંકીરેડ્ડીની જોડીએ રવિવારે ઇન્ડિયા ઓપન 2022ની મેન્સ ડબલ્સની ફાઇનલમાં ધમાલ મચાવી દીધો હતો. બંન્નેએ વિશ્વ ચેમ્પિયન મોહમ્મદ અહસન અને હેન્ડ્રા સેતિયાવાલનની ઇન્ડોનેશિયાની  જોડીને હાર આપી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ચિરાગ અને સાત્વિકે 21-16 અને 26-24થી ટાઇટલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. નોંધનીય છે કે ઇન્ડિયન ઓપનના ઇતિહાસમાં એવું પ્રથમવાર બન્યું છે જ્યારે ભારતીય જોડીએ ડબલ્સનું ટાઇટલ જીત્યું છે. ચિરાગ અને સાત્વિકસાઇરાજે દુનિયાની 10મા નંબરની જોડી વિલિયમ વિલેગર અને ફેબિયન ડેલરુને હાર આપીને ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. બંન્નેએ ફ્રાન્સની જોડીને 21-10,21-18થી હાર આપી હતી.


ભારતીય જોડીએ ફક્ત બીજી વખત કોઇ સુપર 500 ટુનામેન્ટનું ટાઇટલ જીત્યું છે. બંન્નેએ અગાઉ 2019માં થાઇલેન્ડ ઓપન સુપર 500નું ટાઇટલ જીત્યું હતું. 10મી રેન્ક ભારતીય જોડી પ્રથમવાર આ ટુનામેન્ટની ફાઇનલમાં પહોંચી હતી અને તેની સામે ટોચના ક્રમની જોડી હતી. ત્રણ વખત વિશ્વ ચેમ્પિયન અહસાન અને સેતિયાવાનની જોડી વિરુદ્ધ સાત્વિક-ચિરાગને આ અગાઉ ચાર મેચમાં ફક્ત એક વખત જીત મળી હતી. પરંતુ સાત્વિક અને ચિરાગે સારી શરૂઆત કરી હતી અને પ્રથમ ગેમમાં ઇન્ડોનેશિયાના દિગ્ગજોને કોઇ તક આપી નથી. તેમણે પ્રથમ ગેમ 21-16થી જીતી લીધી હતી.


અહસાન અને સેતિયાવાનને પોતાના અનુભવ અને ટેલેન્ટનો ઉપયોગ કરતા ભારતીય જોડીને મુશ્કેલમાં મુકી હતી. આખરે 43મી મિનિટ સુધી ચાલેલી મેચમાં સાત્વિક અને ચિરાગે 21-16, 26-24થી જીત નોંધાવી ટાઇટલ જીત્યું હતું.


IOCL Recruitment 2022: 12મું પાસ માટે બંપર વેકેંસી, અહીંયા કરો અરજી, મળશે તગડો પગાર


 


 


ગુજરાતમાં PSIની શારિરીક કસોટીમાં થયા એવા છબરડા કે જાણીને લાગી જશે આઘાત, જાણો સુધારો કરવા શું કરવું પડશે ?


 


શનિની મહાદશાથી આ રાશિના જાતકને મળશે આ વર્ષે મુક્તિ, જાણો કઇ-કઇ રાશિને મળશે સાડાસાતીથી મુક્તિ


 


Hottest Girl : અંગ પ્રદર્શન કરતી સાક્ષીની તસવીરોએ ફેન્સને કર્યા પાગલ, સુંદરતાના મામલે હીરોઇનોને પણ આપે છે ટક્કર


જ્યોતિષ: આપની કિસ્મત ચમકાવી શકે છે આ રાશિની યુવતી, આદર્શ પત્ની સાબિત થાય છે, તેના કારણે પતિનો ભાગ્યોદય થાય છે