નવી દિલ્હીઃ કોરોના વાયરસની ઝપેટમાં આખી દુનિયા આવી ગઇ છે. કોરોનાના કારણે રમત જગતની કેટલીય મોટી ટૂર્નામેન્ટ્સ રદ્દ થઇ છે, હવે આ લિસ્ટમાં વધુ એક ટૂર્નામેન્ટનુ નામ જોડાઇ ગયુ છે. ઇંગ્લેન્ડમાં આ વર્ષ રમાનારી ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગની પહેલી સીઝનને રદ્દ કરી દેવામાં આવી છે.

ઇંગ્લેન્ડમાં રમાનારી ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ, આ વર્ષે જુલાઇમાં શરૂ થવાની હતી, હવે આને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવી છે, અને આગામી વર્ષ 2021માં રમાશે.



ઇસીબીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, ધ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) આજે એ સ્પષ્ટતા કરે છે કે, ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ હવે વર્ષ 2021માં ઉનાળમાં શરૂ કરાશે. તેમને કહ્યું બોર્ડ માટે આ વર્ષ લીગ રમાડવી સંભવ નથી, એટલે અમે આ નિર્ણય કર્યો છે.

ઇસીબીના સીઇઓ ટૉમ હેરિસને કહ્યું કોરોના વાયરસના ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગના આયોજનમાં અનેક પ્રકારના પડકારો હતા, જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, સ્ટેડિયમની કમી વગેરે સામેલ છે.

ઇસીબીના સીઇઓએ કહ્યું કે અમે નિરાશ છીએ આ વર્ષે લક્ષ્ય ના પ્રાપ્ત થયુ, અમે ધ હન્ડ્રેડ ક્રિકેટ લીગ સીરીઝને લઇને આગળ 2021માં આવીશું.