World Cup 2023: અફઘાનિસ્તાનની ટીમે વર્તમાન વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને 69 રને હરાવીને પોઈન્ટ ટેબલમાં ધૂમ મચાવી દીધી છે. પાંચ વખત વન-ડે વર્લ્ડ કપ જીતનાર અને આ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર પૈકીની એક ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે દસમા સ્થાને સરકી ગઈ છે. અફઘાનિસ્તાનની આ ટીમ પર મોટા દિગ્ગજોએ પ્રતિક્રિયા આપી હતી.  ભારતના પૂર્વ ક્રિકેટરોએ પણ અફઘાનિસ્તાન ટીમના વખાણ કર્યા છે.






સચિન તેંડુલકરે કહ્યું હતું કે રહમુલ્લાહ ગુરબાઝની શાનદાર ઇનિંગ બાદ અફઘાનિસ્તાને તમામ ક્ષેત્રોમાં શાનદાર પ્રદર્શન કર્યું. ઇંગ્લિશ ક્રિકેટ માટે તે ખરાબ દિવસ હતો. તમારે અફઘાનિસ્તાનના ક્વોલિટી સ્પિનરોને રમવા માટે સારુ પ્રદર્શન કરવાનું હતું. જે ઈંગ્લેન્ડના બેટ્સમેનો કરી શક્યા નથી.


યુસુફ પઠાણે કહ્યું હતું કે ઘણા લોકો તેને ઉલટફેર કહી રહ્યા છે પરંતુ હું કહીશ કે અફઘાનિસ્તાને વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવવા માટે ઓલરાઉન્ડ ક્વોલિટી ક્રિકેટ રમી હતી.


રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન તને સલામ. તમે વિશ્વ કપ ક્રિકેટમાં સૌથી મોટો અપસેટ સર્જ્યો છે, જે રમતના ઇતિહાસમાં નહી સર્જાયો હોય.






પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજે પણ કહ્યું હતું કે  અફઘાનિસ્તાનની ઐતિહાસિક જીત! દિલ્હીના આ ટ્રેક પર તેના સ્પિન બોલરોને જોવા મજા આવી. શાહિદીએ પોતાના ખેલાડીઓનો સારો ઉપયોગ કર્યો. મોહમ્મદ નબીને તેની 150મી વન-ડે મેચમાં શાનદાર ભેટ મળી હતી. ઈંગ્લેન્ડની પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય તેમના વિરોધમાં ગયો. અને આશ્ચર્યજનક પરિણામ જોવા મળ્યું.






દિનેશ કાર્તિકે કહ્યું હતું કે અફઘાનિસ્તાન સારું રમ્યું. તેમનો જુસ્સો જોઈને મને આનંદ થયો. ઈરફાન પઠાણે કહ્યું હતું કે  અફઘાનિસ્તાન તને ખૂબ ખૂબ અભિનંદન. તમે દરેક વિભાગમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. ગુરબાઝ અદભૂત રમ્યો. ઇકરામ મધ્ય ઓવરોમાં સારો દેખાતો હતો. અફઘાન તરફથી બોલિંગ ટોચના સ્તરની રહી છે.






અનિલ કુંબલેએ પણ કહ્યું કે અફઘાનિસ્તાને આજે રાત્રે કેટલાક પ્રશંસનીય પ્રદર્શન સાથે શાનદાર જીત મેળવી હતી.