ENG vs AUS: આજથી લોર્ડ્સમાં એશિઝની બીજી ટેસ્ટ મેચ, ઇગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ ઇલેવન , આ દિગ્ગજ ખેલાડી બહાર

ઇગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે એક દિવસ અગાઉ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી

Continues below advertisement

England Playing 11 Lord's Test:  ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આજે એટલે કે મંગળવાર, 28 જૂનથી લોર્ડ્સમાં રમાશે. પ્રથમ ટેસ્ટ હારી ચૂકેલા ઇગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે એક દિવસ અગાઉ પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે 393 રન પર પ્રથમ દાવ ડિકલેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. એક્સપર્ટના મતે એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હારનું આ એક મોટું કારણ હતું. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચમાં ઉસ્માન ખ્વાજાએ બંને ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે જ કેપ્ટન પેટ કમિન્સે પણ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું.

Continues below advertisement

મોઈન અલી લોર્ડ્સ ટેસ્ટમાં નહીં રમે

ઈંગ્લેન્ડે બીજી ટેસ્ટ મેચના પ્લેઈંગ ઈલેવનમાંથી મોઇન અલીને બહાર કરી દીધો છે. મોઈન આંગળીમાં ઈજાના કારણે બીજી ટેસ્ટ રમી રહ્યો નથી. તેના સ્થાને યુવા ઝડપી બોલર જોશ ટંગને તક મળી છે. ટંગે તેની ડેબ્યૂ ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી.

બીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

બેન ડકેટ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જોની બેયરસ્ટો (વિકેટકીપર), સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન, જોશ ટંગ અને જેમ્સ એન્ડરસન.

હેડ ટુ હેડ રેકોર્ડ

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં એકબીજા સામેના રેકોર્ડ પર નજર કરીએ તો તેઓ અત્યાર સુધીમાં 357 મેચ રમી ચૂક્યા છે. આમાં ઈંગ્લેન્ડની ટીમે 110 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 151 મેચ જીતી છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને ટીમો વચ્ચે 37 મેચ રમાઈ છે. આમાં ઈંગ્લેન્ડ માત્ર 7માં જીત્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયા 15 મેચમાં જીત્યું છે.

પિચ રિપોર્ટ

લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ બીજી મેચની પીચની વાત કરીએ તો તે બેટિંગની સાથે ફાસ્ટ બોલિંગ માટે ઘણી સારી સાબિત થાય છે. અહીં પહેલી 2 ઇનિંગ્સમાં સરેરાશ 300ની આસપાસનો સ્કોર જોવા મળ્યો છે. હવામાનની અસર પણ આ પીચ પર જોવા મળી રહી છે. આ કારણથી ઈંગ્લેન્ડના 2 અનુભવી ઝડપી બોલરો સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસને આ મેદાન પર અત્યાર સુધી સારુ પ્રદર્શન કર્યું છે.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.

Continues below advertisement
Sponsored Links by Taboola