England vs Australia, Ashes 2023 :  તાજેતરમાં જ રમાયેલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટોની વિકેટને લઈને થયેલા વિવાદે હવે બંને દેશોના પીએમ આમને-સામને લાવી દીધા છે. ઓસ્ટ્રેલિયાની ટીમે બીજી ટેસ્ટ 43 રને જીતીને શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. આમ છતાં તેની રમત કરતાં વધુ તેની ખેલદિલીની ચર્ચા થઈ રહી છે.


લોર્ડ્સ ટેસ્ટ મેચ ખતમ થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ સતત મીડિયાની ટીકાનો સામનો કરી રહી છે. હવે ઈંગ્લેન્ડના ઘણા પૂર્વ ખેલાડીઓની સાથે સાથે હવે વડાપ્રધાન પણ તેમની ટીમના બચાવમાં આવ્યા છે. હવે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે જાતે જ આ મામલો પોતાના હાથમાં લેતા નિવેદન આપ્યું કે તેમને તેમની ટીમ પર સંપૂર્ણ ગર્વ છે.


જોની બેયરસ્ટોના રન આઉટ થવા પર લોર્ડ્સમાં ઘણો હોબાળો થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમની જીત બાદ લોંગ રૂમમાં ટીમ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ચાહકોએ કાંગારૂ ટીમને છેતરપિંડી કરનાર અને રમતની ભાવના વિરુદ્ધ જવા સામે વાંધો ઉઠાવ્યો.


ઈંગ્લેન્ડના પીએમ ઋષિ સુનકે લોર્ડ્સ ટેસ્ટ મેચ બાદ નિવેદન આપ્યું હતું કે, તેઓ ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સના નિવેદનનું સંપૂર્ણ સમર્થન કરે છે. જેમાં તેણે ઓસ્ટ્રેલિયાની ટીમની ખેલદિલી પર સવાલ ઉઠાવ્યા હતા અને આ રીતે તેઓ ક્યારેય મેચ નહીં રમે અને જીતવા ઈચ્છશે. આ અંગે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તેમને તેમના ખેલાડીઓ પર ગર્વ છે. પુરૂષો અને મહિલાઓ તેમની શરૂઆતની બંને એશિઝ ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યા હતા. આ એક અદ્ભુત બાબત છે.


અમે ટીમનું સ્વાગત કરવા આતુર : પીએમ


ઓસ્ટ્રેલિયન પીએમએ વધુમાં કહ્યું હતું કે, ફરી એકવાર એ જ જૂની ઓસ્ટ્રેલિયન ટીમ હંમેશા જીતે છે. હું ટીમના વાપસી પર તેમનું વિજયી સ્વાગત કરવા ઉત્સુક છું.


એશિઝ શ્રેણી 2023ની ત્રીજી ટેસ્ટ મેચ 6 જુલાઈથી હેડિંગ્લે ખાતે રમાશે. જો ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચ જીતવામાં સફળ થાય છે, તો તે એશિઝ જાળવી રાખશે અને શ્રેણીમાં પણ અજેય લીડ મેળવી લેશે. બીજી તરફ, જો ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થાય છે તો કાંગારુ ટીમ એશિઝને જાળવી રાખવામાં સફળ રહેશે.