ICC ODI World Cup 2023: 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાશે. વર્લ્ડ કપમાં યોજાનારી આ મેચ માટે ચાહકોમાં ઉત્સુકતા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ અમદાવાદના મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈ કિસ્તાનના પૂર્વ સ્પિનર સઈદ અજમલે મોટું નિવેદન આપ્યું છે. તેમનું માનવું છે કે પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટ જીતવા માટે ફેવરિટ છે. અજમલને લાગે છે કે ભારતીય બોલિંગ પાકિસ્તાની બેટ્સમેનોને જરાય પડકાર આપી શકશે નહીં. તેને લાગે છે કે ભારતીય બોલિંગ નબળી છે.
શું કહ્યું સઈદ અજમલે?
પોડકાસ્ટમાં બોલતા અજમલે કહ્યું કે ભારતીય બોલિંગ પાકિસ્તાન જેટલી શાર્પ ક્યારેય રહી નથી. તેણે કહ્યું- ભારતની બોલિંગ લાઇનઅપ હંમેશા નબળી રહી છે. તાજેતરના ભૂતકાળમાં માત્ર સિરાજે ખૂબ જ સારી બોલિંગ કરી છે. શમી પણ સારી બોલિંગ કરી રહ્યો છે. સ્પિનરોમાં મને લાગે છે કે વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજા ચાવીરૂપ રહેશે. જસપ્રીત બુમરાહ પાકિસ્તાન માટે ખતરો બની શકે છે, પરંતુ તે લાંબા સમયથી અનફિટ છે. આવી સ્થિતિમાં મને નથી લાગતું કે ભારતની બોલિંગ પાકિસ્તાન માટે બહુ જોખમી હશે.
પાકિસ્તાનને મેચ જીતવાના 60 ટકા ચાન્સ
ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની આગાહી કરતી વખતે અજમલે કહ્યું કે તેમની ટીમની જીતવાની શક્યતા 60 ટકા છે. અજમલે કહ્યું- ભારતની બેટિંગ હંમેશા મજબૂત રહી છે. અમારી બોલિંગ ખતરનાક છે. તે સમાનોની લડાઈ હશે. અત્યારે હું કહીશ કે પાકિસ્તાનની જીતની 60% શક્યતા છે. પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ ટીમ છે. ભારતની સ્થિતિ અને પાકિસ્તાનના બોલરોને જોતા જો અમારી ટીમ ભારતને ઓછા સ્કોર સુધી રોકશે તો પાકિસ્તાન જીતશે.
વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો સૌથી ખરાબ રેકોર્ડ
પાકિસ્તાન ક્યારેય પણ ODI વર્લ્ડ કપ મેચમાં ભારતને હરાવી શક્યું નથી. બંને ટીમો કુલ સાત વખત સામસામે આવી ચૂકી છે અને આ તમામ મેચો ભારતની તરફેણમાં સમાપ્ત થઈ છે. છેલ્લી વખત 2019 વર્લ્ડ કપમાં બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે ભારતે ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને 89 રનથી મેચ જીતી હતી. ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 140 અને કેપ્ટન વિરાટ કોહલીએ 77 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે 57 રન બનાવ્યા હતા.
વર્લ્ડકપમાં ભારતના મુકાબલા
- 8 ઓક્ટોબર, ઓસ્ટ્રેલિયા
- 11 ઓક્ટબર, અફઘાનિસ્તાન
- 15 ઓક્ટોબર, પાકિસ્તાન
- 19 ઓક્ટોબર, બાંગ્લાદેશ
- 22 ઓક્ટોબરઃ ન્યુઝીલેન્ડ
- 2 નવેમ્બરઃ ક્વોલિફાયર 2
- 5 નવેમ્બરઃ સાઉથ આફ્રિકા
- 11 નવેમ્બરઃ ક્વોલિફાયર 1