ENG vs IND ODIs Records: આજે (29 ઓક્ટોબર) વર્લ્ડકપ 2023માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. બંને વચ્ચે આ 107મી મેચ હશે. અત્યાર સુધી રમાયેલી હેડ ટૂ હેડ મેચોમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 57 મેચ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડે 44 મેચ જીતી છે. બે મેચો ટાઈ રહી હતી અને ત્રણ મેચ કોઈ પરિણામ લાવી શકી નથી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ વનડે મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીના નામે છે. બીજીબાજુ ઈંગ્લિશ ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસન વિકેટો લેવાના મામલે નંબર-1 પર છે. જાણો અહીં ભારત-ઈંગ્લેન્ડના ODI ઈતિહાસના 10 મોટા રેકોર્ડ વિશે.... 


1. હાઈએસ્ટ ટીમ સ્કૉરઃ આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના નામે છે. ભારતે 14 નવેમ્બર 2008ના રોજ રાજકોટ વનડેમાં ઈંગ્લેન્ડ સામે 5 વિકેટ ગુમાવીને 387 રનનો વિશાળ સ્કૉર બનાવ્યો હતો.
2. ન્યૂનતમ ટીમ સ્કૉરઃ આ શરમજનક રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે છે. 12 જુલાઈ, 2022 ના રોજ, ઓવલ ODIમાં, ઇંગ્લિશ ટીમ ભારત સામે માત્ર 110 રનમાં સમેટાઈ ગઈ હતી.
3. સૌથી મોટી જીત: ઈંગ્લેન્ડે 7 જૂન 1975ના રોજ લોર્ડ્સમાં રમાયેલી ODI મેચમાં ભારતને 202 રનના વિશાળ અંતરથી હરાવ્યું.
4. સૌથી રોમાંચક મેચઃ વર્લ્ડકપ 2011માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ગ્રુપ સ્ટેજની મેચ ટાઈ રહી હતી. અહીં ઈંગ્લેન્ડે 300+ના લક્ષ્યનો પીછો કરતા મેચ ટાઈ કરી હતી.
5. સૌથી વધુ રનઃ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ ઈંગ્લેન્ડ સામે 1546 રન બનાવ્યા છે.
6. સૌથી વધુ સદીઃ પૂર્વ ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે 4 સદી ફટકારી છે.
7. સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એન્ડ્ર્યુ સ્ટ્રૉસે વર્લ્ડકપ 2011માં ભારત વિરુદ્ધ 145 બૉલમાં 158 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી.
8. સૌથી વધુ વિકેટઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બૉલર જેમ્સ એન્ડરસનના ખાતામાં ભારત વિરુદ્ધ 40 વિકેટ છે.
9. શ્રેષ્ઠ બૉલિંગ ઇનિંગ્સ: ભારતીય ઝડપી બૉલર જસપ્રીત બુમરાહે જુલાઈ 2022માં યોજાયેલી ઓવલ ODIમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 19 રન આપીને 6 વિકેટ લીધી હતી.
10. સૌથી વધુ કેચઃ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર પૉલ કૉલિંગવૂડે ભારત-ઈંગ્લેન્ડ ODI મેચમાં 24 કેચ પકડ્યા છે.