ENG vs PAK Score Live: ઇંગ્લેન્ડે પાકિસ્તાનને જીતવા આપ્યો 338 રનોનો ટાર્ગેટ, સ્ટૉક્સ-રૂટની ફિફ્ટી

England vs Pakistan Live Score Updates: વર્લ્ડકપ 2023 ની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઇ રહી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 11 Nov 2023 06:20 PM
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 338 રનનો આપ્યો ટાર્ગેટ 

કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રથમ રમત રમ્યા બાદ ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 338 રનનો લક્ષ્યાંક આપ્યો છે. એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડ આસાનીથી 370નો સ્કૉર પાર કરી જશે પરંતુ છેલ્લી ઓવરોમાં પાકિસ્તાનના બોલરોએ સળંગ વિકેટ લઈને ઈંગ્લેન્ડને 337 રન પર રોકી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. જ્યારે જૉ રૂટે 59 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જૉસ બટલરે 18 બોલમાં 27 રન અને હેરી બ્રૂકે 17 બોલમાં 30 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે સૌથી વધુ ત્રણ વિકેટો લીધી હતી. જ્યારે શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમ જૂનિયરને બે-બે સફળતા મળી હતી.

ઈંગ્લેન્ડને ત્રીજો ઝટકો, બેન સ્ટૉક્સ આઉટ

ઈંગ્લેન્ડે 41મી ઓવરમાં 240ના કુલ સ્કોર સાથે ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. શાનદાર બેટિંગ કરી રહેલા બેન સ્ટૉક્સને શાહીન શાહ આફ્રિદીએ બૉલ્ડ આઉટ કર્યો હતો. સ્ટૉક્સ 76 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

ઈંગ્લેન્ડનો સ્કૉર 235/2

39 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 235 રન છે. બેન સ્ટૉક્સ 82 અને જૉ રૂટ 48 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 127 રનની ભાગીદારી થઈ છે.

ઈંગ્લેન્ડનો સ્કૉર 221/2

37 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 221 રન છે. બેન સ્ટૉક્સ 66 બોલમાં 79 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે જૉ રૂટ 56 બોલમાં 37 રન બનાવીને રમી રહ્યો છે.

બેન સ્ટૉક્સ તોફાની બેટિંગ 

બેન સ્ટોક્સ 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 78 રન પર પહોંચી ગયો છે. જ્યારે જો રૂટ એક ચોગ્ગાની મદદથી 37 રન પર છે. બંને વચ્ચે 112 રનની ભાગીદારી થઈ છે. 36 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 220 રન છે.

ઈંગ્લેન્ડનો સ્કૉર 162/2

28 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 162 રન છે. બેન સ્ટોક્સ પાંચ ચોગ્ગાની મદદથી 30 અને જૉ રૂટ 27 રને રમી રહ્યા છે. બંને વચ્ચે 54 રનની ભાગીદારી થઈ છે.

બેન સ્ટૉક્સે ગિયર્સ બદલ્યા, ઝડપી રન બનાવ્યાં

શાહીન શાહ આફ્રિદીની ઓવરમાં બેન સ્ટૉક્સે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. 27 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર બે વિકેટે 158 રન છે. જો રૂટ 24 અને બેન સ્ટોક્સ 29 રને રમી રહ્યા છે.

જૉની બેયરર્સ્ટોની ફિફ્ટી 

જૉની બેયરર્સ્ટોએ 52 બોલમાં અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેને 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકર્યો હતો. 17 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 102 રન છે.

ઈંગ્લેન્ડનો સ્કૉર 90/1

15 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર એક વિકેટના નુકસાને 90 રન છે. જૉની બેયરર્સ્ટો 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન અને જૉ રૂટ 5 બોલમાં 4 રન બનાવીને રમી રહ્યો છે.

ઈંગ્લેન્ડની પ્રથમ વિકેટ પડી, ડેવિડ મલાન આઉટ

ઈંગ્લેન્ડે 14મી ઓવરમાં 82ના કુલ સ્કૉર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ડેવિડ મલાન 39 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. ઈફ્તિખાર અહેમદે માલનને પેવેલિયન મોકલ્યો હતો.

મલાન અને જૉની બેયરર્સ્ટો કરી રહ્યાં છે વિસ્ફોટક બેટિંગ 

13 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર કોઈ વિકેટ વિના 82 રન છે. ડેવિડ મલાન 31 અને જૉની બેયરર્સ્ટો 40 રને રમી રહ્યા છે. બંને આરામથી રન બનાવી રહ્યા છે.

ઈંગ્લેન્ડનો સ્કૉર 74/0

ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાન અને જૉની બેયરર્સ્ટો શાનદાર બેટિંગ કરી રહ્યા છે. 11 ઓવર પછી સ્કૉર કોઈ પણ નુકશાન વિના 74 રન છે. બેયરસ્ટો 35 અને મલાન 28 રને રમી રહ્યા છે.

ઈંગ્લેન્ડનો સ્કૉર 68-0

9 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કૉર કોઈ વિકેટ વિના 68 રન છે. જૉની બેયર્સ્ટો 29 બોલમાં 32 અને ડેવિડ મલાન 25 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યા છે. બંને આસાનીથી ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યા છે.

ઈંગ્લેન્ડનો સ્કૉર 50ને પાર 

ડેવિડ મલાન અને જૉની બેયરર્સ્ટોએ ઈંગ્લેન્ડને શાનદાર શરૂઆત અપાવી છે. ઈંગ્લેન્ડનો સ્કૉર 50ને પાર થઈ ગયો છે. 8 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર કોઈ વિકેટ વિના 59 રન છે. મલાન 16 અને બેયરર્સ્ટો 32 રને રમી રહ્યા છે.

ઈંગ્લેન્ડે ટૉસ જીત્યો, બેટિંગ કરવાનો કર્યો નિર્ણય 

ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની 44મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.


 

ઈંગ્લેન્ડે ટૉસ જીત્યો, બેટિંગ કરવાનો કર્યો નિર્ણય 

ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની 44મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.


 

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, આગા સલમાન, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, મોહમ્મદ વસીમ જુનિયર, હરિસ રઉફ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જૉની બેયરર્સ્ટો, ડેવિડ મલાન, જૉ રૂટ, બેન સ્ટૉક્સ, હેરી બ્રૂક, જૉસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), મોઈન અલી, ક્રિસ વોક્સ, ડેવિડ વિલી, ગુસ એટકિન્સન, આદિલ રશીદ.

ઈંગ્લેન્ડે ટૉસ જીત્યો, બેટિંગ કરવાનો કર્યો નિર્ણય 

ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની 44મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચો.

પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે કરો યા મરો

વર્લ્ડકપ 2023 ની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઇ રહી છે. પાકિસ્તાન માટે આ મેચ ખુબજ મહત્વની રહેશે. સેમિ ફાઇનલમાં પહોંચવા માટે તેને બહુ મોટા માર્જિનથી જીતવું પડશે, જે લગભગ અશક્ય છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ સેમિ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જો કે, તેઓ હજુ પણ જીત્યા બાદ ટૂર્નામેન્ટ બાદ ઘરે પરત ફરવા માંગશે. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

England vs Pakistan Live Score Updates: વર્લ્ડકપ 2023 ની 44મી મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઇ રહી છે. પાકિસ્તાન માટે આ મેચ ખુબજ મહત્વની રહેશે. સેમિ ફાઇનલમાં પહોંચવા માટે તેને બહુ મોટા માર્જિનથી જીતવું પડશે, જે લગભગ અશક્ય છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલાથી જ સેમિ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જો કે, તેઓ હજુ પણ જીત્યા બાદ ટૂર્નામેન્ટ બાદ ઘરે પરત ફરવા માંગશે. આ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.