નવી દિલ્હીઃ આગામી 11 સપ્ટેમ્બરથી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ શરૂ થઇ રહી છે. ઇંગ્લેન્ડે આ સીરીઝ માટે પોતાની વનડે ટીમની જાહેરાત કરી દીધી છે. જાહેરાતની સાથે ઇંગ્લેન્ડના કેટલાક દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઇ છે.

ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન જેસન રૉય, કેપ્ટન ઇયોન મોર્ગેન અને સ્ટાર બેટ્સમેન જૉસ બટલરની ફરી એકવાર વાપસી થઇ છે. ઉલ્લેખનીય છે કે મોર્ગન અને બટલર ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝમાં ન હતા રહ્યાં પણ હવે વનડે સીરીઝમાં વાપસી થઇ છે.

ઇંગ્લેન્ડની વનડે ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જોનાથન બેયરર્સ્ટો, ટૉમ બેન્ટન, સેમ બિલિંગ્સ, જૉસ બટલર, સેમ કુરેન, ટૉમ કુરેન, આદિલ રાશિદ, જૉ રૂટ, જેસન રૉય, ક્રિસ વૉક્સ, માર્ક વુડ.
રિઝર્વઃ સાકિબ મહેમૂદ, ડેવિડ મલાન, ફિલ સાલ્ટ.



ઓસ્ટ્રેલિયન વનડે ટીમઃ એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબૉટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ (ઉપકેપ્ટન), જૉશ હેઝલવુડ, માર્નસ લાબુશાન, નાથન લિયોન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, રિલે મેરિડિથ, જૉશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવન સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિસ,એન્ડ્ર્યૂ ટાય, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર.