નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 સપ્ટેમ્બરે શરૂ થનારી ત્રણ મેચોની ટી20 સીરીઝ અને ત્રણ વનડે મેચોની સીરીઝ માટે પોતાની ટીમના જાહેરાત કરી દીધી છે. ઇંગ્લેન્ડે એકવાર ફરીથી પોતાની ટી20 ટીમમાંથી દિગ્ગજ બેટ્સમેન જો રૂટને બહાર કરી દીધો છે. જોકે જો રૂટ વનડે સીરીઝમાં રમશે. વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાં સામેલ ના થનારા ક્રિસ વૉક્સ, જોફ્રા આર્ચર, સેમ કુરેન અને માર્ક વુડની વનડે અને ટી20માં બન્ને ટીમોમાં વાપસી થઇ છે.


વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં રમેલા ખેલાડીઓને પાકિસ્તાન વિરુદ્ધની ટી20માં જગ્યા ના મળી, જોકે જો રૂટને વનડે રમવા માટે ઓસ્ટ્રેલિયા સામે વાપસી થઇ છે. વળી, પાકિસ્તાન વિરુદ્ધ પહેલી ટેસ્ટ સીરીઝ બાદ પોતાનુ નામ પાછુ ખેંચી લેનારા બેન સ્ટૉક્સ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોઇપણ સીરીઝમાં નહીં રમે. સ્ટૉક્સના પિતાને કેન્સર થયુ છે અને તે તેમને મળવા ન્યૂઝીલેન્ડ ગયો છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ મેચોની ટી20 સીરીઝ શુક્રવારે શરૂ થઇ રહી છે. જ્યારે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત 11 સપ્ટેમ્બરથી થશે. 13 માર્ચ બાદ પહેલીવાર ઓસ્ટ્રેલિયન ટીમ મેદાનમાં ઉતરશે.



ટીમો....

ટી20 ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉની બેયરર્સ્ટો, જૉસ બટલર, સેમ બિલિંગ્સ, સેમ કુરેન, ટૉમ કુરેન, જોએ ડેનલી, ક્રિસ જોર્ડન, ડેવિડ મલાન, આદિલ રાશિદ, માર્ક વુડ, રિઝર્વ- લિયામ લિવિંગ્સ્ટૉન, શાકિબ મહેમૂદ.

વનડે ટીમઃ ઇયોન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જોફ્રા આર્ચર, જૉની બેયરર્સ્ટો, ટૉમ બેન્ટન, સેમ બિલિંગ્સ, સેમ કુરેન, ટૉમ કુરેન, આદિલ રાશિદ, જૉય રૂટ, ક્રિસ વૉક્સ, માર્ક વુડ, રિઝર્વ- જૉય ડેનલી, શાકિબ મહેમૂદ.