આ અગાઉ સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્લાસેન અને બવૂમાની તોફાની ઇનિંગની મદદથી ઇગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ 223 રનનો કપરો લક્ષ્યાંક મુક્યો હતો. ઇગ્લેન્ડ તરફથી મોઇન અલી અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ ઝડપી હતી. આ સીરિઝની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાએ જીતી હતી જ્યારે બીજી મેચમાં ઇગ્લેન્ડનો વિજય થયો હતો.
ટી-20ઃ મોર્ગનની તોફાની ઇનિંગથી જીત્યું ઇગ્લેન્ડ, સાઉથ આફ્રિકા સામે 2-1થી જીતી સીરિઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2020 10:43 PM (IST)
મોર્ગનની તોફાની ઇનિંગની મદદથી ઇગ્લેન્ડે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી.
NEXT
PREV
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા અને ઇગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટી-20 સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ઇગ્લેન્ડનો પાંચ વિકેટથી વિજય થયો હતો. ઇગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનની તોફાની ઇનિંગની મદદથી ઇગ્લેન્ડે 2-1થી સીરિઝ પોતાના નામે કરી હતી. મોર્ગને 22 બોલમાં અણનમ 57 રન ફટકાર્યા હતા. તે સિવાય ઇગ્લેન્ડ તરફથી જોસ બટલરે 29 બોલમાં 57 અને બેયરસ્ટોએ 34 બોલમાં 64 રન ફટકાર્યા હતા. ઇગ્લેન્ડની જીત માટે 223 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ 55 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
આ અગાઉ સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્લાસેન અને બવૂમાની તોફાની ઇનિંગની મદદથી ઇગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ 223 રનનો કપરો લક્ષ્યાંક મુક્યો હતો. ઇગ્લેન્ડ તરફથી મોઇન અલી અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ ઝડપી હતી. આ સીરિઝની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાએ જીતી હતી જ્યારે બીજી મેચમાં ઇગ્લેન્ડનો વિજય થયો હતો.
આ અગાઉ સાઉથ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ક્લાસેન અને બવૂમાની તોફાની ઇનિંગની મદદથી ઇગ્લેન્ડ સામે સાઉથ આફ્રિકાએ 223 રનનો કપરો લક્ષ્યાંક મુક્યો હતો. ઇગ્લેન્ડ તરફથી મોઇન અલી અને બેન સ્ટોક્સે બે-બે વિકેટ ઝડપી હતી. આ સીરિઝની પ્રથમ મેચ સાઉથ આફ્રિકાએ જીતી હતી જ્યારે બીજી મેચમાં ઇગ્લેન્ડનો વિજય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -