ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે પ્રથમ મેચ 29 માર્ચના રોજ રમાશે. આ દિવસે બે મેચ રમાશે, જ્યારે અંતિમ મેચ 17 મેના રોજ રમાશે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદે સીઝન 13નું શેડ્યૂલ ટ્વિટર પર શેર કર્યુ છે.
આ વખતે લીગ રાઉન્ડ 50 દિવસ સુધી ચાલશે, ગત વર્ષે 44 દિવસ સુધી ચાલ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સીઝનનો અંતિમ મુકાબલો રમાશે. રાજસ્થાન રોયલ્સે ગુવાહાટીને તેમના સંભવિત બીજા ઘરેલુ મેદાન તરીકે પસંદગી કરી છે, બાકી સાત ફ્રેન્ચાઈઝીએ પારંપરિક ઘરેલુ મેદાનની જ પસંદગી કરી છે.
આઈપીએલ 2020 ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણી સમાપ્ત થયાના 11 દિવસ બાદ શરૂ થશે.
સુરેન્દ્રનગરઃ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે જ મોત
મનીષ સિસોદિયાએ નામ લીધા વગર PM પર કર્યો પ્રહાર, કહ્યું- 10 લાખના સૂટ કરતાં તે રૂપિયા જનતા પર ખર્ચ થાય તો સારું
મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગત